ડીસા: બસમાં યુવક-યુવતીની લાશ મળી, ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું

- Advertisement -
Share

માંડવીથી અંબાજી જતી સરકારી બસ ડીસા આવતા બસમાં યુવક-યુવતીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે બસના કંડક્ટરે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવક-યુવતીની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી.

આજ રોજ માંડવીથી અંબાજી જતી સરકારી બસમાં રાધનપુર ખાતેથી યુવક-યુવતી બસમાં બેઠા હતા અને બસ ડીસા ડેપો ખાતે આવતા બસના કંડક્ટરે યુવક-યુવતીને જગાડવા જતા યુવક-યુવતી મૃત હાલતમાં પડયા હોવાની ઘટના સામે આવી હતી.

યુવક-યુવતી ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી. કંડક્ટરે તાત્કાલિક ડીસા ઉત્તર પોલીસ તેમજ 108ને જાણ કરતા પોલીસ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. તાત્કાલિક યુવક-યુવતીને 108 મારફતે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે યુવક-યુવતીને મૃત જાહેર કર્યા હતા. આ યુવક-યુવતી રાધનપુરના હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. પોલીસે આ બંને મૃતકોની લાશને ડીસા સિવિલ પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!