ડીસા શહેર પોલીસે ચોરીના મુદ્દામાલ સહીત ચોરને ઝડપી પાડ્યો

- Advertisement -
Share

ડીસા શહેરમાં બનેલી ઘરફોડ ચોરીના બનાવ સંદર્ભે ગણતરીના કલાકોમાં ચોરને પકડી ચોરી થયેલ તમામ મુદ્દામાલ રિકવર કરતી ડીસા શહેર દક્ષિણ પોલીસ.

આજે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેસનમાં દાખલ થયેલ ગુ.ર.નં 11195004210188/2021 ઈ.પી.કો કલમ – 457, 380 આ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોઈ મુજબ પોલીસ ટિમ બનાવી ડીસા શહેર દક્ષિણ સદરહું ગુનો બાબતે પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ગવાડી તરફ જતા રસ્તામાં એક પેન્ડલ રિક્ષામાં એક ઈસમ ચોરીમાં ગયેલ મુદ્દામાલ ભરી લઈ જઈ રહેલ હતો.

 

 

જેથી તેને પોલીસે ઝડપી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કિ. રૂ 39,850/-નો થતા ગુનો કામે વાપરેલ પેન્ડલ રીક્ષા જેની કિ.રૂ 1500/- ની કુલ મુદામાલ કિ.રૂ 41,350/-નો કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી.

પકડાયેલ ઈસમ કિશન રમણભાઈ દંતાણી (દેવીપૂજક) રહે.હરિઓમ સ્કૂલની પાછળ, મૂળ રહે.સેકટર- 14 ગાંધીનગર પાસેથી રીકવર કરેલ મુદામાલ:

સોયાબીન તેલનો ડબ્બો 15 કિ.ગ્રા ના નંગ -4 કિ.રૂ- 9800/-

પાર્વતી પામોલીન તેલના ડબ્બા 15 કિ. ગ્રા નંગ-2 કિં,રૂ – 4200/-

આશાપુરી સરસો તેલનો ડબ્બો 15 કિલોનો નંગ 1 કિ. રૂ- 2220/-

સંતૂર સાબુ બાંધા નંગ 20 કી. રૂ – 800/-

વાઘ બકરી “ચા” ના નાના-મોટા પેકેટ આશરે 18 કી.ગ્રા કિં.રૂ- 7200/-

સમય “ચા” નાના-મોટા પેકેટ આશરે 21 કિ.ગ્રા કિ. રૂ- 6720/-

મીલી “ચા” પતિના નાના મોટા પેકેટ આશરે 22 પેકેટ કિ.રૂ – 2640/-

મહેક સિલ્વર પાનમસાલા ના પેકેટ નંગ 30 કિ. રૂ- 3750/-

વિમલ પાનમસાલાના પેકેટ નંગ 18 કિ.રૂ- 2250/-

ગુના કામે વાપરેલ પેન્ડલ રીક્ષા જેની કિ. રૂ 1500/

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!