આવતીકાલે બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. પાલનપુર, ડીસા અને ભાભરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે ચૂંટણી પહેલા જિલ્લાના જે સ્થળે મતદાન થવાનું છે તે સ્થળ પર ઈ.વી.એમ મશીનો ગોઠવવામાં આવી રહ્યા છે.
ડીસામાં પણ 11 વોર્ડની નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. મતદાન 1ને લઈને 88 મતદાન મથકો પર ગોઠવણી કરવામાં આવી રહી છે. ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વેશન ટિમની નજર હેઠળ ઈ.વી.એમ મશીનો ગોઠવી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આવતીકાલે સવારે 6 વાગ્યેથી મતદાન યોજાશે મતદારો સરળતાથી મતદાન કરી શકે કોઈ ઘટના ના બને તેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેને લઈને તંત્ર પણ સજ્જ થયું છે.
From – Banaskantha Update