બનાસકાંઠા : નશીલા પદાર્થનું કેન્દ્ર બની ચૂકેલા જીલ્લામાં ઝડપાયો 11 કિલો પોષ ડોડાનો જથ્થો

- Advertisement -
Share

 

બનાસકાંઠાના જીલ્લાના થરાદ ચેકપોસ્ટ નજીક શનિવારે પોલીસ પેટ્રોલિંગમાં હતી. જેમાં વાહન ચેકીંગ દરમિયાન ખાનગી બાતમી મળતાં મુસાફર જીપમાંથી પોષ ડોડાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો છે. આ અંગે થરાદ પોલીસે શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લો હવે નશીલા પદાર્થોનું પ્રવેશદ્વાર બની ચૂક્યો છે. બનાસકાંઠા જીલ્લામાંથી વારંવાર નશીલા પદાર્થો ઝડપાઇ રહ્યા છે.

 

 

3 દિવસ અગાઉ અમીરગઢ ચેકપોસ્ટ નજીકથી રૂ. 1 કરોડ 46 લાખનું ચરસ ઝડપાયા બાદ શનિવારે થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી ખાનગી મુસાફર જીપમાંથી પોષ ડોડાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.

 

 

બાડમેરનો શખ્સ રાજસ્થાનથી રૂ. 33,677 ની કિંમતનો 11 કિલો અને ૨૨૯ ગ્રામ પોષ ડોડાનો જથ્થો ખાનગી મુસાફર જીપ મારફતે ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

 

 

તે દરમિયાન થરાદ પોલીસને ખાનગી બાતમી મળતાં થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ નજીક નાકાબંધી ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી મુસાફર જીપ આવતાં પોલીસે આ જીપ થોભાવીને તલાશી લીધી હતી.

 

 

તલાશી દરમિયાન મુસાફર જીપમાં સવાર બાડમેરના ઓમપ્રકાશ જાટની ઝડતી લેતાં તેની પાસે રહેલા થેલામાંથી રૂ. 33,677 ની કિંમતનો 11 કિલો 229 ગ્રામ પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો.

 

જેથી થરાદ પોલીસે શખ્સની અટકાયત કરી પોષ ડોડાના જથ્થાને જપ્ત કરી એન.ડી.પી.એસ.એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે કે, ‘શખ્સ દ્વારા આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી છે.’

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!