બનાસકાંઠામાં સિઝનનો 62 ટકા વરસાદ વરસ્યો : ત્રણેય ડેમ હજુ ખાલીખમ

- Advertisement -
Share

હજુ કેટલાંક ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખેતરોમાંથી હજુ પાણી ઓસર્યા નથી : જીલ્લામાં સૌથી વધુ સૂઇગામમાં સિઝનનો 90 ટકા વરસાદ : સૌથી ઓછો ધાનેરામાં 40 ટકા વરસાદ વરસ્યો : દાંતીવાડા,સીપુ અને મુક્તેશ્વરમાં નહીંવત આવક

આ વર્ષે બનાસકાંઠા જીલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદની સારી સ્થિતિ છે. જીલ્લામાં સહુથી વધુ વરસાદ દાંતા તાલુકામાં નોંધાયો છે. જીલ્લામાં સરેરાશ વરસાદ જે તાલુકામાં નોંધાય છે.
જેમાં સૂઇગામમાં સિઝનનો 90 ટકા વરસાદ વરસી જતાં હજુ કેટલાંક ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખેતરોમાંથી હજુ પાણી ઓસર્યા નથી. સમગ્ર બનાસકાંઠા જીલ્લાના જૂદા-જૂદા 14 તાલુકા મળી સિઝનનો 62 ટકા વરસાદ નોંધાયો છે.

 

જેમાં સૂઇગામ 89.68 ટકા, થરાદમાં 77.85 ટકા, દાંતાના 74.68 ટકા, ભાભરમાં 73.35 ટકા, દિયોદરમાં 69.98 ટકા, વાવમાં 68.09 ટકા, વડગામમાં 66.24 ટકા, કાંકરેજના 56.24 ટકા,પાલનપુરમાં 55.22 ટકા, ડીસામાં 52.64 ટકા, અમીરગઢમાં 50.46 ટકા, લાખણીમાં 47.87 ટકા અને દાંતીવાડામાં 47.53 ટકા
જ્યારે સહુથી ઓછો ધાનેરામાં 40 ટકા વરસાદ નોંધાયો છે. બીજી તરફ જીલ્લાના દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમ હજુ ખાલીખમ છે અને નોંધપાત્ર પાણીની કોઇ આવક થઇ નથી. હજુ રાજ. દાંતાના પહાડોમાં સારો વરસાદ થાય એવી ખેડૂતો મીટ માંડીને બેઠા છે.
ડેમની સ્થિતિ
ડેમ હાલની સ્થિતિ ટકાવારી
દાંતીવાડા 553.35 ફૂટ 8.95
સીપુ ડેમ 00-00
મુક્તેશ્વર 190.52 મીટર 3.38 ટકા

 

અઢી માસમાં ક્યાં કેટલો વરસાદ
અમીરગઢ 16.36 ઇંચ
કાંકરેજ 10.92
ડીસા 15.88
થરાદ 14.76
દાંતા 26
દાંતીવાડા 15
દિયોદર 18.64
ધાનેરા 9.96
પાલનપુર 17.16
ભાભર 16.92
લાખણી 11.28
વડગામ 21.16
વાવ 10.96
સૂઇગામ 19.965

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!