લાખણીના નાના કાપરાની શિક્ષિકા ઉપર દારૂડીયા પતિએ દાતરડાથી હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

પતિ કામ ઘંધો ન કરી દારૂ-જુગારની લતે ચઢી ગયો હોઇ ઠપકો આપતાં મારઝૂડ કરતો હતો

 

લાખણી તાલુકાના નાના કાપરા ગામમાં રહેતી અને થરાદના વળાદર ગામમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા ઉપર તેના પતિએ દાતરડાથી હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી.
આ અંગે તેણીએ પતિ સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ધારૂસણના રેખાબેનના લગ્ન લાખણી તાલુકાના નાના કાપરા ગામમાં ભરતભાઇ ડાહ્યાભાઇ નાઇ સાથે થયા છે.
તેણી થરાદ તાલુકાના વળાદર ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમને સંતાનમાં એક દીકરો-દીકરી છે. જોકે, તેમના પતિ કામ ધંધો કરતાં ન હોઇ અને દારૂ-જુગારની લતે ચઢી ગયા હોઇ કહેવા જતાં મારઝૂડ
કરતાં હતા. આ દરમિયાન સવારે શિક્ષિકા ઘરે હતા. ત્યારે તેમનો પતિ તું સમાજમાં કેમ મને બદનામ કરે છે. તેમ કહી દાતરડાથી હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.
જયારે બાળકો, માતા-પિતા અને શિક્ષિકાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તેણીએ પતિ સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!