ડીસા કોલેજના એન.એસ.એસ. નાં યુનિટના વિધાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

- Advertisement -
Share

ડીસાની ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ યુનિટ ના પ્રોગ્રામ ઓફિસર તૃપ્તિબેન પટેલના માર્ગદર્શન હેઠળ ગુરુવારે સ્વયંસેવક ભાઈ બહેનોએ ડીસાના પશુચિકિત્સાલય સંકુલમાં 100 વૃક્ષો વાવ્યા. વૃક્ષારોપણ માટે પ્રેરણા આપનાર પર્યાવરણ પ્રેમી ડો. નવીનકાકા તેમજ નિયામક છગનભાઇ પટેલ કાર્યક્રમ દરમિયાન સતત સાથે રહ્યા . અને વૃક્ષારોપણ માટે યોગદાન આપનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને અભિનંદન આપ્યા.

 

 

ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ના એન.એસ.એસ યુનિટ ના પ્રોગ્રામ ઓફિસર તૃપ્તિબેન પટેલના માર્ગદર્શન હેઠળ ગુરુવારે સવારે 8.00 થો 12.00 વાગ્યા સુધી ચાલેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં સોની આસ્થા, સરસ્વતી, ક્રિના સુખડીયા, મંજુલા ચૌધરી, રાહુલ વાઘેલા, નરેન્દ્ર પ્રજાપતિ, યજ્ઞેશ જોશી, પ્રતીક ચૌધરી, મહેશ માળી, અશ્વિન માળી, કરન સોલંકી, નટવર માળી ,મુકેશ પારેગી તથા રોહિત રાઠોડે નોધપાત્ર ફાળો આપ્યો હતો. અને કોલેજના આચાર્ય આર. ડી. દેસાઈ એ સમસ્ત કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!