શંકરાચાર્ય વિશે આપત્તિજનક ટિપ્પણી કરનાર કપિલ મિશ્રાના વિરોધ શંકરાચાર્યના ભક્તો રોષે ભરાયા

- Advertisement -
Share

રામ જન્મભૂમિ શિલાન્યાસ કાર્યક્રમ માટે નિર્ધારિત કરવામાં આવેલ તારીખ 5 ઓગસ્ટ માટે સમગ્ર દેશમાં બવંડર ઊભું થયું હતું એક પક્ષ એવો હતો કે જે મુહૂર્તની આ તારીખને યોગ્ય ગણાવતો હતો જ્યારે બીજી બાજુ સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મ ગુરુ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજે મુહુર્ત માટે નિશ્ચિત તારીખને અયોગ્ય ગણાવી અન્ય કોઈ મુહુર્ત ઉપર શિલાન્યાસ કરવા સરકાર ને રજુવાત કરતા કેટલાક તકસાધુઓ અને રાજકિય લાભ લેવા માટે શંકરાચાર્ય ઉપર સોશિયલ મીડિયામાં ભડકી ઉઠયા હતા તેમાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ભાજપના હાલ પ્રવર્તમાન નેતા કપિલ મિશ્રા પણ જોડાયા હતા અને કપિલ મિશ્રાએ પોતાના ટ્વીટર અને ફેસબુક એકાઉન્ટથી શંકરાચાર્ય વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી કપિલ મિશ્રા એ કરેલ આપત્તિજનક ટિપ્પણીઓથી શંકરાચાર્યના શિષ્ય, ભક્તો અને અનુયાયીઓ ખુબ જ રોષે ભરાયા છે પરિણામે આજે ડીસાના શંકરાચાર્યના શિષ્ય મંડળે કપિલ મિશ્રા વિરુદ્ધ સાયબર એક્ટ ની કલમ 66 અને ઇપીકો કલમ 295 મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવા માટે ની લેખિત ફરિયાદ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન આપી હતી.

ફરિયાદી કિશોર દવે કે જેઓ શંકરાચાર્ય દ્વારા રચિત પરમ ધર્મ સંસદ 1008માંથી બનાસકાંઠાના ધર્માંસદ તરિકે નિયુક્ત કરાયેલ છે ઍ જણાવ્યુ હતું કે, શંકરાચાર્યઍ સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ છે અને તેઓએ રામ જન્મભૂમિ માટે આકરી લડત આપી છે, બલિદાનો આપ્યા છે, જેલમાં ગયા છે, અને સુપ્રીમ કોર્ટમાં જ્યારે રામ જન્મભૂમિ એ જ ભૂમિ છે કે જ્યાં રામનો જન્મ થયો છે એ પ્રતિપાદિત કરવાની વાત હતી તેવા સમયે તમામ પક્ષો પાસે આ બાબતે કોઇ ઠોસ રજૂઆત બાકી ન હતી તેવા સમયે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના પ્રિય શિષ્ય દંડીસ્વામી અવીમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે વિવિધ સ્રોતો ના અને ઇતિહાસ ના માધ્યમથી રામજન્મભૂમિ ની પ્રમાણિકતા સિદ્ધ કરી હતી એવા મહાન સંત અને રામજન્મભુમિ માટે અતુલનિય કામો કરનાર સર્વોચ્ચ ધર્મગુરુ નું આ અપમાન કોઈપણ સંજોગો ચલાવી શકાય તેમ ન હોવાનું જણાવી કપિલ મિશ્રા વિરુધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

ફરિયાદ આપતા સમયે શંકરાચાર્યના શિષ્ય એડ્વોકેટ ગન્ગારામ પૉપટ, હિના ઠક્કર, રામભાઈ સૈની, પ્રિતેશ શર્મા, મનોજ શર્મા, ભરત કોઠારી, દિપક સૈની સહિતના અનેક શિષ્યોઍ હાજર રહી કાયદેસર કાર્યવાહિ કરવા માંગ કરી હતી.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!