ડીસામાં હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે સાત દિવસ માર્કેટયાર્ડ બંધ

- Advertisement -
Share

રાજસ્થાનનો સૌથી પ્રિય તહેવાર હોળી ધુળેટી આવતી કાલથી શરૂ થઇ રહ્યા છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડમાંથી મજૂર વર્ગ રાજસ્થાન તરફ પ્રયાણ કરે છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં આવેલા તમામ માર્કેટયાર્ડોમાં સાત દિવસ માટે મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને સાત દિવસ બાદ ફરીથી ડીસા માર્કેટ યાર્ડ ધમધમતાં થશે.

હોળી અને ધૂળેટીનો પર્વ આમ તો રાજસ્થાનમાં સૌથી લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં પણ લોકો હોળી અને ધૂળેટીના પર્વની અનોખી ઉજવણી કરતાં હોય છે.

 

 

આ બે દિવસ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં લોકો અલગ અલગ કલર અને ગુલાલથી હોળી ધુળેટીના પર્વની ઉજવણી કરતાં હોય છે બનાસકાંઠા જિલ્લામાં ખાસ હોળીના પર્વ નિમિત્તે નાના બાળકોની ઢુંઢનું એક આગવું મહત્વ રહેલું છે.

હોળીના દિવસે લોકો હોળી પ્રગટાવી અને હોળીકા માતાના દર્શન કરતા હોય છે અને બીજા દિવસે ધુળેટીની ઉજવણી કરતાં હોય છે આમ બનાસકાંઠા જિલ્લામાં પણ રંગેચંગે દર વર્ષે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે.

 

 

વર્ષોની પરંપરા મુજબ હોળીનો તહેવાર આવતા ડીસા ગંજ બજાર સાત સુધી બંદ રહે છે અને આઠમથી આઠ દિવસની રજા બાદ આજથી ડીસાનું બજાર ફરી ધમધમતું થઈ ગયું છે. ડીસા શહેર રાજસ્થાનની સરહદને અડીને આવેલું શહેર છે અને આ શહેરમાં આવેલા માર્કેટ યાર્ડમાં મોટાભાગના મજૂરો રાજસ્થાનથી મજૂરી કરવા માટે આવતા હોય છે.

 

 

અને રાજસ્થાનમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવતો હોવાના લીધે હોળીના તહેવારને લઈ રાજસ્થાનથી આવતા મજૂરો હોળીની ઉજવણી કરવા માટે રજા પર ઉતરીને રાજસ્થાન પોતાના વતન જતાં રહેતા હોય છે અને હોળીની ઉજવણી સંપન્ન કર્યા બાદ શીતળા સાતમ બાદ એટલે કે આઠમના પરત ફરતા હોવાના લીધે આઠ દિવસ સુધી ડીસા માર્કેટ યાર્ડને બંદ કરી દેવાની ફરજ પડે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી બાદ શીતળા સાતમની ઉજવણી કર્યા બાદ મજૂરો પરત ફરશે.

 

 

બનાસકાંઠા જિલ્લામાં ડીસાને વેપારીમથક માનવામાં આવે છે જેના કારણે ડીસા માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં દરરોજની ખેડૂતો રાયડો, જીરુ, બટાટા અને અન્ય પાક લઈને માર્કેટયાર્ડમાં બનાવવા માટે આવે છે પરંતુ આવતીકાલથી શરૂ થતા હોળી ધુળેટીના પર્વને લઇ તમામ મજૂરી વર્ગના લોકો હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી કરવા રાજસ્થાન તરફ જતા રહ્યા છે.

જેના કારણે સાત દિવસનો ડીસા માર્કેટયાર્ડમાં મિની-વેકેશન આપવામાં આવે છે આ વેકેશન પૂર્ણ થયા બાદ ફરી ડીસાનું માર્કેટ યાર્ડ આવકોથી ધમધમતું થશે. ત્યારે ખેડૂતોને પણ આ મિનિ વેકેશન બાદ સારા ભાવની આશ લગાવી રહ્યા છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!