પાલનપુર સિવિલમાં લિફ્ટ તૂટી પડતાં નર્સિંગની 2 છાત્રાને ઈજા, 9નો બચાવ

- Advertisement -
Share

પાલનપુર સિવિલમાં શુક્રવારે લિફ્ટ તૂટતાં નર્સિગની 11 પૈકી 2 વિદ્યાર્થીનીઓને ઇજાઓ થતાં સિવિલમાં સારવાર અપાઈ હતી. પાલનપુર સિવિલની હોસ્ટેલમાં રહી નર્સિગ કોલેજમાં અભ્યાસ કરતી છાત્રાઓ શુક્રવારે વહેલી સવારે કોલેજના બિલ્ડીંગની લીફ્ટમાં 11 વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે જતી હતી.


તે સમયે લીફ્ટ તૂટી જતાં લીફ્ટ નીચે પટકતાં 11 પૈકીની અંકિતા અને મિત્તલ નામની 2 છાત્રાઓને ઇજાઓ થતા સિવિલમાં સારવાર અપાઈ હતી. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલ જોષીએ જણાવ્યુ હતુ કે, લિફ્ટ બહાર બોર્ડ લગાવાયું છે કે, લિફ્ટમાં કોઈએ બેસવું નહિ તેમ છતાં છાત્રાઓ બેસતા લિફ્ટ તૂટી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!