એ.સી.બી. ટીમની સફળ ટ્રેપથી તલાટી કમમંત્રી લાંચ લેતો ઝડપાયો

- Advertisement -
Share

વડોદરા જીલ્લાના વાઘોડીયા તાલુકાના જરોદ ગામના ફરિયાદીએ સર્વે નં. 1816 હે.આરે. 0-35-56 વાળી જમીન રૂા.15,00,000માં બાનાખત કરી ખરીદી હતી. જે જમીન વેચનારના વારસદારોમાંથી એક વારસદાર મરણ ગયેલ હોય જેનું નામ ગામના નમૂના નં.7/12માંથી કમી કરી પાકી નોંધ પડાવવાના અવેજ પેટે તલાટી કમમંત્રીએ રૂા.1,00,000ની ફરિયાદી પાસે માંગણી કરી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ શુક્રવારે એ.સી.બી. ટીમ જાણ કરતાં એ.સી.બી. ટીમે છટકું ગોઠવી તલાટી કમમંત્રીને ફરિયાદીએ કહેતાં આક્ષેપિતે રકઝકના અંતે રૂા.1,00,000માંથી રૂા.70,000ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પ્રતીકાત્મક તસ્વીર

આ અંગેની વિગત એવી છે કે, વડોદરા જીલ્લાના વાઘોડીયા તાલુકાના જરોદ ગામના ફરિયાદીએ સર્વે નં.1816 હે.આરે. 0-35-56 વાળી જમીન રૂા.15,00,000માં બાનાખત કરી ખરીદી હતી. જે જમીન વેચનારના વારસદારોમાંથી એક વારસદાર મરણ ગયેલ હોય જેનું નામ ગામના નમૂના નં.7/12 માંથી કમી કરી પાકી નોંધ પડાવવાના અવેજ પેટે જરોદ ગ્રામ પંચાયતના વર્ગ-3ના તલાટી કમમંત્રી સુનિલભાઇ જેઠાભાઇ પટેલે રૂા.1,00,000ની લાંચની ફરિયાદી પાસે માંગણી કરી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી. ટીમને જાણ કરી હતી. જે ફરિયાદીની ફરિયાદના આધારે નર્મદા એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજપીપળા અને સ્ટાફના ટ્રેપ અધિકારી બી.ડી.રાઠવા અને વડોદરાના મદદનીશ નિયામક એ.સી.બી. એકમ અને સુપર વિઝન અધિકારી એસ.એસ.ગઢવીએ લાંચના છટકાનું શુક્રવારે આયોજન કરતાં જરોદ ગ્રામ પંચાયતના વર્ગ-3ના તલાટી કમમંત્રી સુનિલભાઇ જેઠાભાઇ પટેલે ફરિયાદીની વાઘોડીયા તાલુકાના ભાવપુરામાં આવેલ હાલોલ-વડોદરા હાઇવેની બાજુમાં, સ્ક્રેપની ઓફીસમાં આવી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી.

 

પ્રતીકાત્મક તસવીર

લાંચની રકમમાંથી થોડું ઓછું કરવા ફરિયાદીએ કહેતાં આક્ષેપિતે રકઝકના અંતે રૂા.1,00,000માંથી રૂા.70,000ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. જ્યારે વડોદરા પોલીસે તલાટી કમમંત્રીની અટકાયત કરાઇ હતી. જ્યારે અન્ય તલાટી કમમંત્રીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!