પાલનપુરમાં યુવકના ગળામાં છરી મારનારા આરોપીને 7 વર્ષની કેદ

- Advertisement -
Share

બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તામાં વાહન પાર્ક કરવાના મુદ્દે યુવકના ગળા ઉપર છરી મારનારા આરોપીને પાલનપુરની એડીશનલ સેશન્સ જજે સાત વર્ષની સજાનો હૂકમ કર્યો હતો. પાલનપુરમાં 18 મે 2015ના દિવસે જનતાનગર વિસ્તારમાં રસ્તાની બંને સાઇડે રિક્ષાઓ પાર્ક કરેલી હોવાથી વસંતભાઈએ પોતાની બોલેરો ગાડી રસ્તા વચ્ચે ઉભી રાખી હતી.

 

 

આ વખતે પાછળથી બાઇક લઇને આવેલા સોયેબખાન સતારભાઇ મેમણે બોલેરો ગાડી રસ્તા વચ્ચેથી હટાવવાના મુદ્દે ઉશ્કેરાઇ જઇ વસંતભાઇના ગળામાં ડાબી બાજુએ ચપ્પુ માર્યુ હતું. જેમાં તેમને ઇજાઓ થવા પામી હતી.

 

 

દરમિયાન આ અંગેનો કેસ પાલનપુરની એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ આર.પી. મોગરાએ સરકારી વકીલ નૈલેષભાઇ જોષીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સોયેબખાન મેમણને કલમ 307ના ગૂનામાં સાત વર્ષની સખ્ત કેદ અને રૂપિયા 3000નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 2 મહિનાની સાદી કેદનો હૂકમ કર્યો હતો.

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!