તમામ વિભાગોમાં વિશિષ્ટ શિક્ષણ સંઘ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી હકારાત્મક અભિગમ સાથે જવાબ મળ્યો નથી
બનાસકાંઠા વિશિષ્ટ શિક્ષણ સંઘે સ્પેશિયલ એજ્યુકેટર અને આઇ.ઇ.ડી. કો.ઓ. ને કાયમી ધોરણે સરકારી પ્રાથમિક શાળા સમાવી પગાર ભથ્થા સહીતની તમામ લાભો આપવા અને લઇ ગુરુવારે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
કરેલી રજૂઆતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપંગ બહેરા, મૂંગા જેવા ખોડખાપણવાળા લોકો માટે આર.પી.ડબ્લ્યુ.ડી. 2016 જેવો કાયદો લાવ્યા જેના થકી આ લોકોને દિવ્યા તરીકે ગૌરવ મળ્યો હતો.
દિવ્યાંગ પ્રત્યે ખૂબ જ લાગણીશીલ અને દિવ્યાંગો માટે અમે ચિંતા કરતાં દિવ્યાંગો સમાજમાં માનભેર જીવી શકે તે માટે કાર્યરત રહેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્ટારટપ ઇન્ડીયા ડીજીટલ ઇન્ડીયા સ્વચ્છ
ભારત સ્વસ્થ ભારત ખેલ મહાકુંભ સ્પેશિયલ ઓલમ્પિક જેવા પ્રોજેક્ટ શરૂ કરવા ગુજરાત સરકાર હંમેશા અગ્રેસર રહી છે. પરંતુ દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતાં 1024 સ્પેશિયલ એજ્યુકેટરની કાયમી ધોરણે
નિમણૂંક કરવાની આ બાબતમાં છેલ્લા 7 વર્ષથી આ બાબતે ગુજરાત સરકારના રાજ્યપાલ, મુખ્યમંત્રી, સાંસદ સભ્ય, ધારાસભ્ય અને લાગુ પડતાં તમામ વિભાગોમાં વિશિષ્ટ શિક્ષણ સંઘ દ્વારા વારંવાર રજૂઆત
કરવા છતાં આજ દિન સુધી હકારાત્મક અભિગમ સાથે જવાબ મળ્યો નથી અને કોઇપણ પ્રકારનું પરિણામ ન મળતાં જેવો પત્ર જીલ્લા કલેકટર આનંદ પટેલને પાઠવી રજૂઆત કરાઇ હતી.
From-Banaskantha update