બનાસકાંઠામાં લીલાછમ વૃક્ષોની થઇ રહી છે આડેધડ હત્યા : વનવિભાગ નિદ્રામાં કે તેમની જ રહેમ નજરનું આ પરિણામ..?

- Advertisement -
Share

કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે ઓક્સિજનની અછત સર્જાઈ હતી. વૃક્ષ દ્વારા મફતમાં મળતા ઓક્સિજનની ભીખ માગવી પડે તેવી સ્થિતિ નિર્માણ થતા આપણને વૃક્ષનું મહત્વ સમજાયું છે. જોકે આવા કિંમતી અને ઉપજાઉં એવા લીલાછમ વૃક્ષ ધરાવતા બનાસકાંઠા પંથકને દેશી વિરપન્નો દ્વારા આડેધડ વૃક્ષ છેદન કરી ઉજ્જડ બનાવી દીધો છે.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

 

 

જિલ્લામાં એક સમય આંગળીના વેઢે ગણી શકાય તેટલી સો મિલો હતી. આજે કાયદેસર અને બિનકાયદેસર રીતે 200થી વધુ સો મિલો સમગ્ર જીલ્લામાં ધમધમી રહી છે અને આ સો મિલોના મોટા ભાગના માલિકો મોટાભાગે કચ્છ અને કાઠિયાવાડથી આવી અહીં વસ્યા છે અને લીલાછમ વિસ્તારને વેરાન કરી કરોડો કમાયા છે.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

 

તેમાં પણ ડીસાની વાત કરીએ તો ડીસા – પાટણ હાઇવે નજીક આવેલા અંબિકા વે બ્રિજ નજીક વહેલી સવારે અંધકારમાં દેશી વિરપન્ન દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમના જ મળતીયા દ્વારા કાપી લવાયેલા કિંમતિ વૃક્ષની પાણીના મૂલે હરાજી થાય છે અને ગણતરીના કલાકોમાં સો મિલોમાં આ વૃક્ષ વેતરાઈ જાય છે પરંતુ આ દેશી વિરપન્નોના હપ્તાના બોજ તળે દબાયેલા અધિકારીઓ આજદિન સુધી આ બાબતે કોઈ જ કાર્યવાહી પણ કરી શક્ય નથી.

 

 

Advt

 

ડીસા પંથકમાં આડેધડ થઈ રહેલા વૃક્ષ છેદન બાબતે એક પર્યાવરણ પ્રેમી તેમને રોકવાનો પ્રયાસ કરી અધિકારીને આ બાબતે જાણ કરવાનું કહેતા આ વેપારી ઉપરથી આ પર્યાવરણ પ્રેમી ઉપર ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આમ બેફામ બનેલા આ દેશી વિરપન્ન કાયદાને ખીસામાં લઈ ફરે છે.

 

 

પ્રતીકાત્મક તસ્વીર

 

 

સરકાર દ્વારા કેટલાક વૃક્ષ ઉપર કાપવા બાબતે પ્રતિબંધિત મુક્યો હોવા છતાં પણ જેમાં ખેર, ખીજડો સહિતના 15 જેટલા વૃક્ષ કાપવા માટે સરકારની મંજુરી જરૂરી હોવા છતાં પણ આ દેશી વિરપન્ન દ્વારા કાયદાની પરવા કર્યા વિના તેનો સોથ વાળી દેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતર વાડ કાઢી તાર ફેનસિંગ કરવાં માટે સબસીડી આપવા ઉપરાંત શેઢા ઉપર ઉભેલા વૃક્ષ કાપવા માટે માત્ર ગ્રામ્ય તલાટીની મંજુરીનો કાયદો માન્ય કરતા તેનો આ દેશી વિરપન્ન તેનો લાભ ઉઠાવી રહ્યા છે માત્ર એક જ મંજુરીપત્રની આડમાં હજારો વૃક્ષ કાપી સો મિલોમાં નાખવામાં આવી રહ્યા છે.

ડીસામાં વર્ષ 2011માં તાત્કાલિક જીલ્લા કલેકટર આર.જે.પટેલ દ્વારા જુનાડીસા નજીક સરકારી ગોચરની પડતર જમીન ના દબાનો દૂર કરી એકજ દિવસમાં એક લાખ અગિયાર હજાર વૃક્ષ વાવી રેકોર્ડ કરવામાં આવ્યો હતો જોકે બાદમાં દેખરેખ ના અભાવે આ તમામ છોડનું બાલમરણ થઈ જતા આ વિસ્તાર ઉજ્જડ બની જવા પામ્યો છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!