દાંતા સ્ટેટના મહારાજ મધુસુદનસિંહજીનું નિધન

Share

દાંતા સ્ટેટના સ્વ. મહારાણા ભવાનીસિંહજીના દ્વિતીય પુત્ર મહારાજ મધુસુદનસિંહજીનું તા 7 ઓક્ટોબરના રોજ ટૂંકી બીમારીમાં અવસાન થતા સમગ્ર રાજવી પરિવાર સહીત દાંતા વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રવર્તી છે.

 

[google_ad]

સ્વ. મધુસુદનસિંહજી એક પરોપકારનો જીવન મંત્ર બનાવી દઈ તાલુકાની સમગ્ર જ્ઞાતિજનોમાં ભારે લોકચાહના મેળવી હતી. મધુબનાના હુલામણા નામથી પ્રચલિત તેમણે તાલુકા પંચાયત દાંતામાં પણ પ્રમુખ તરીકે સતત પચીસ વર્ષ સેવા આપી હતી. સ્વ.ના અવસાનને લઈ તાલુકામાં પણ એક રાજકીય આગેવાન મની ખોટ વર્તાઈ છે.

[google_ad]

સ્વ. ના પાર્થીવ દેહને દાંતા નગરમાં પાલખી યાત્રા સ્વરૂપે પ્રજાને દર્શન કરાવી યાત્રા અંબાજી કોટેશ્વર તીર્થ ખાતે પહોંચી હતી. જ્યાં બપોરના સુમારે કોટેશ્વર મહાદેવના સાનિધ્ય અને પ્રગટ થતી અસ્ખલિત સરસ્વતી નદીના તટે તેમનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો હતો.

 

[google_ad]

આ પ્રસંગે દાંતા સ્ટેટના મહારાણા મેહિપેન્દ્રસિંહજી પરમાર સહીત સમસ્ત રાજવી પરિવાર અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્વ.ના માનમાં દાંતા વેપારી મંડળે પણ વહેલી સવારથી પોતાના ધંધા રોજગાર બંધ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

From – Banaskantha Update


Share