એક પ્રસંગમાં એક વ્યક્તિએ થેલો ભરીને રૂપિયા ઉડાડયા : રસ્તા પર રૂપિયાની ચાદર પથરાઇ

- Advertisement -
Share

 

મહેસાણાના એક ગામમાં એક પ્રસંગ દરમિયાન રૂપિયાનો વરસાદ થયો હતો. આ પ્રસંગમાં એક વ્યક્તિએ જોશમાં આવીને પ્લાસ્ટીકનો કોથળો ભરીને રૂપિયા ઉડાડયા હતા.

 

 

જેનો વિડીયો હાલ સોશિયલ મીડીયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે આ વિડીયોમાં રૂપિયાનો વરસાદ જોઇને તમામ લોકો ચોંકી ઉઠયા હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, મહેસાણાના એક ગામમાં એક પ્રસંગમાં એક વ્યક્તિએ કોથળો ભરીને રૂપિયા ઉડાડયા હતા. જેનો વિડીયો સોશિયલ મીડીયામાં ધૂમ મચાવી રહ્યો છે.

 

 

આ વિડીયો મહેસાણાના લીંચ ગામનો હોવાનું સામે આવી રહ્યું છે. જ્યાં કોઇ પ્રસંગ દરમિયાન ઢોલ-નગારાના તાલ સાથે એક વ્યક્તિ ગામ લોકોની વચ્ચે પ્લાસ્ટીકની બેગ ભરીને રૂપિયા રોડ પર ફેલાવતી નજરે પડી રહી છે.

 

 

આ સમગ્ર ઘટનાને લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી હતી. વિડીયોમાં રૂ. 10 ની નોટો મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. જો કે, આ વિડીયો ક્યારનો છે એ અંગે હજુ સુધી વિગતો જાણવા મળી નથી.

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!