ડીસાના ખેંટવા નજીક અકસ્માતમાં ટ્રક ચાલક ફસાઇ જતાં ક્રેન અને 108 વાનની ટીમે બહાર કાઢી નવજીવન બક્ષ્યું

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના ખેંટવા નજીક આઇશર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકને બચાવવા જતાં આઇશર ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં ટ્રક ચાલક ફસાઇ ગયો હતો.

 

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોએ દોડી આવી 108 વાનને જાણ કરતાં 108 વાનની ટીમ દોડી આવી ક્રેનની મદદથી ટ્રક ચાલકને બહાર કાઢી ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

 

જ્યારે તબિયત વધારે નાજુક જણાતાં પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે 108 વાનની ટીમે યુવકનો જીવ બચાવી નવજીવન બક્ષ્યું છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સિવિલ હોસ્પિટલમાં ટ્રક ચાલકને 108 વાનમાં રીફર કરાયો હતો. જેમાં 108 વાનની ટીમે બી.વી.એમ. ઓક્સિજન અને રસ્તામાં યુવકની હાલત વધારે નાજુક જણાતાં એરવેય ઓપન કર્યું હતું અને ઇન્જેક્શન એટ્રોપીન હાઇડ્રોકોર્ટીજન બોટલ આપીને યુવકને સારવાર આપતાં પાલનપુર માવજત હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

જેમાં 108 વાનના સ્ટાફ ઇ.એમ.ટી. પ્રદીપભાઇ અને પાઇલોટ રાજેશભાઇની મદદથી યુવકને નવજીવન મળ્યું હતું.
જેમાં યુવકને માથામાં અને છાતીમાં વધારે વાગેલ અને હાથમાં ફ્રેક્ચર હતું.

 

ત્યાં ફરજ પરના તબીબે આપેલ મળતી માહિતી મુજબ જાણવા મળેલ ટ્રક ચાલક આઇશર ટ્રકમાં સિમેન્ટ ભરેલી હોવાથી ઓવરટેકમાં બાઇક ચાલકને બચાવવા જતાં પલ્ટી ખાઇ ગઇ હતી.

 

જ્યારે ટ્રક ચાલકને સિમેન્ટ ભરેલી ટ્રક હોવાથી ભારે દબાણ આવવાથી ફસાઇ ગયો હતો. જ્યારે ઘટનાસ્થળે ક્રેનની મદદથી અને 108 વાનની ટીમની મહેનત બાદ બહાર કાઢી ગાડીના કાચ તોડીને ટ્રક ચાલકને બહાર કાઢ્યો હતો.

 

સિમેન્ટની ટ્રક ભરેલી હોવાથી પાછળથી ધક્કો વાગવાથી ટ્રક ચાલક ફસાઇ ગયો હતો અને છાતીના અને પેટના ભાગ સ્ટેયરીંગમાં ફસાઇ ગયો હતો. ટ્રક ચાલકને 108 વાનમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

 

ત્યાં ડીસા સિવિલ હોસ્પિટલના તબીબ હીતેશભાઇના જણાવ્યા અનુસાર, છાતીમાં અને માથાના ભાગમાં વધારે ઇજાઓ હોવાથી વધુ સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં રીફર કરાયો હતો હતું. હાલમાં ટ્રક ચાલક તંદુરસ્ત હાલતમાં છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!