પાલનપુર મામાને ઘરે બુલેટ પર આવતા બાઈક સ્લીપ ખાતાં યુવકનું મોત

- Advertisement -
Share

ઉંઝાથી પાલનપુર મામાને ઘરે બુલેટ લઇને નિકળેલા યુવકને અમદાવાદ હાઇવે ઉપર અકસ્માત નડતાં મોત નિપજ્યું હતુ. ધારેવાડા – તેનીવાડા વચ્ચે બુલેટ સ્લિપ થઇ જતાં આ અકસ્માત સર્જાયો હતો. ધાયલને સારવાર માટે મહેસાણા ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજતા પરિવારમાં આક્રંદ મચ્યો હતો. આ અંગે મૃતકના ભાઇની ફરિયાદના આધારે છાપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

મહેસાણાના ઉંઝાના ધર્મેશભાઇ વિનોદભાઇ ઉંઝાકર (ઉ.વ. 33) તેમના ભાઇનું બુલેટ નં. GJ-01-NY-0019 લઇને પાલનપુર તેમના મામાને ઘરે આવવા નીકળ્યા હતા. દરમિયાન અમદાવાદ હાઇવે ઉપર ધારેવાડા – તેનીવાડા વચ્ચે બુલેટ સ્લિપ થઇ ગયું હતુ. આ અકસ્માતમાં ધર્મેશભાઇને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં મહેસાણામાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ અંગે મનોજભાઇ વિનોદભાઇ ઉંઝાકરએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!