ડીસાના રાણપુર નજીક જીપડાલાની ટક્કરથી બાઇક સવાર દંપતિમાં સારવાર દરમિયાન પતિનું મોત : પત્ની ઘાયલ

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના તાલુકા મથક ડીસામાં છાશવારે થતાં માર્ગ અકસ્માતોમાં અનેક આશાસ્પદ જીંદગીઓ અકાળે મોતના ખપ્પરમાં હોમાઇ રહી છે.

 

 

ત્યારે વધુ એક બનાવ ડીસા-રાણપુર રોડ ઉપર એક જીપડાલાના ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતાં ગંભીર ઇજાઓના કારણે પતિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

 

જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પીકઅપ જીપડાલાના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં 2 દિવસ અગાઉ દીપક હોટલ નજીક સર્જાયેલ અકસ્માતમાં આશાસ્પદ શિક્ષકનું મોત નિપજ્યા બાદ બુધવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

 

જેમાં ડીસા તાલુકાના રાણપુરમાં રહેતાં સુભાષકુમાર પ્રહલાદજી પઢિયાર ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તે દરમિયાન રાજેશ્રી કોલ્ડ સ્ટોરેજના પાછળ આવેલ ઘરેથી બાઇક લઇને દંપતી સાસરી પક્ષમાં મામેરા પ્રસંગમાં જઇ રહ્યા હતા.

 

તે દરમિયાન ભૈરવ કોલ્ડ સ્ટોરેજ અને સોમનાથ કોલ્ડ સ્ટોરેજ વચ્ચે બાઇક નં.GJ-08-S-7567 ઉપર પસાર થતાં સુભાષભાઇ પ્રહલાદજી પઢિયાર અને તેમના ધર્મપત્ની નયનાબેન પઢિયારને સામેથી રોંગ સાઇડમાં પૂરપાટઝડપે આવી

 

રહેલા જીપડાલા નં. GJ-08-AU-2858 ના ચાલકે ધડાકાભેર ટક્કર મારતાં રોડ ઉપર પટકાયા હતા. અકસ્માતને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દંપતીને સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

પરંતુ ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન પતિનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે પીકઅપ જીપડાલાનો માલિક ભરત વંશાજી સાંખલા છે. જ્યારે પીકઅપ જીપડાલાના ડ્રાઇવર તરીકે અદેસિંગ ઠાકોર છે તે ટક્કર મારી ફરાર થઇ હતો.

 

જ્યારે 2 પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ અંગે મૃતકના સગા કમલેશકુમાર પોપટજી પઢિયારે ડીસા ઉત્તર પોલીસ મથકે જીપડાલા ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી પીકઅપ જીપડાલાના ચાલકને ઝડપી પાડવા ક્વાયત હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!