પાલનપુરમાં મુખ્યમંત્રીની સરકારને 5 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તા. 2 ઓગષ્ટના રોજ સંવેદના દિન-સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

- Advertisement -
Share

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી પ્રવર્તમાન રાજ્ય સરકારનો 5 વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે તા. 2 ઓગષ્ટના ‘‘સંવેદના દિન’’ની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારની પ્રજાલક્ષી વ્યક્તિત્વ યોજનાઓનો લાભ પ્રજાજનોને સરળતાથી મળી રહે વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારીપણું જળવાઇ રહે તે માટે સરકારની યોજનાઓનો લાભ લોકોના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી રહે તેવા હેતુથી પાલનપુર નગરપાલિકા વિસ્તાર માટે ‘‘સંવેદના દિન-સેવા સેતુ’’ કાર્યક્રમ તા. 02/08/2021 સોમવારના રોજ સવારે 9 કલાકથી સાંજના 5 કલાક સુધી ગર્વેમેન્ટ હાઇસ્કૂલ, જહાંનારા બાગ પાસે, ડેરી રોડ, પાલનપુર, તા. પાલનપુર ખાતે યોજાશે.

[google_ad]

 

આ કાર્યક્રમમાં સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના લાભ અને સહાયતા અંગેની પાલનપુર શહેરના નાગરિકોની રજૂઆતો તેમજ સેવાઓ જૂદી જૂદી જાતિ, આવક, નોન-ક્રિમીલીયર વગેરે પ્રમાણપત્રો, રેશનકાર્ડને લગતી કામગીરી, દાક્તરી તપાસ અને સારવાર, બેંકને લગતી કામગીરી, આધારકાર્ડ, એસ.ટી. બસ પાસ, આર્થિક સહાયની યોજનાઓ અને મહેસૂલી સેવાઓ વગેરેનો પાલનપુર શહેરના લોકોને લાભ લેવા પાલનપુર શહેર મામલતદાર એન. ટી. પરમારે જણાવ્યું હતું.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!