મહેસાણાના કાંસા નજીક ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત

Share

 

મહેસાણાના વિસનગર તાલુકામાં ગુરૂવારે સાંજે ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બાઇક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા.

 

 

મૃતક પરિવાર મૂળ દાહોદ જીલ્લાનો રહેવાસી હોવાનું અને મહેસાણાના વાલમ ગામે મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થતાં ટ્રાફીકજામ સર્જાયો હતો. આ અંગે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, વિસનગર-ઉંઝા હાઇવે પર આવેલા કાંસા ગામ નજીક ગુરૂવારે સાંજે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. ડમ્પર નં. GJ-18-BT-2540 ના ચાલકે એક બાઇકને અડફેટે લેતાં બાઇક પર સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા.

 

 

અકસ્માતમાં ભોગ બનનાર દાહોદ જીલ્લાના ગુગસ ગામના રહેવાસી હોવાનું અને મહેસાણાના વાલમ ગામે મજૂરી કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. જે ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે.

 

 

જેમાં સવાભાઇ હકલાભાઇ પારઘી, તેના પત્ની લાલીબેન પારઘી અને પુત્ર રાજેશ પારઘીનો સમાવેશ થાય છે. ત્રણેય લોકો વિસનગરથી વાલમ જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

 

 

શ્રમજીવી પરિવારના એક સાથે ત્રણ લોકોના મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે ત્રણેય મૃતદેહને પી.એમ. અર્થે ખસેડયા હતા. આ અંગે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share