ડીસાના નવા બસ સ્ટેન્ડમાંથી મોટરસાયકલની થઈ ઉઠાંતરી : અજાણ્યા શખ્સ વિરુદ્ધ નોધાઇ ફરિયાદ

- Advertisement -
Share

ડીસાના નવા બસ સ્ટેન્ડ ખાતે એક મોટર સાયકલની અજાણ્યા શખ્શો ઉઠાંતરી કરી પલાયન થઈ જતાં મોટર સાયકલના માલિકે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય થઇ છે એક પછી એક બનાસકાંઠા જિલ્લામાંથી વાહનની ઉઠાંતરી થવાની ઘટના સામે આવી રહી છે. એક પછી એક વાહનોની ઉઠાંતરી થતા પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

 

ત્યારે વધુ એક ડીસાના નવા બસ સ્ટેન્ડ ખાતે એક મોટરસાયકલની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ડીસાની મોઢેશ્વરી સોસાયટી ખાતે રહેતા શિવાલાલ માંગીલાલ વ્યાસ (બ્રાહ્મણ) ડીસા સહિત આજુબાજુના ગામડામાં સ્ટીલના વાસણોની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

 

તા.15/01/2022ના રોજ તેમની મોટરસાઇકલ નંબર GJ-08-BK-2957નું લઈ ડીસા નવા બસ સ્ટેન્ડ ખાતે પાર્ક કરી સવારે સાત વાગે દિયોદર ખાતે વાસણની ફેરીના ઉઘરાણીના પૈસા લેવા માટે બસમાં બેસી ઉઘરાણી કરવા ગયેલ અને સાંજે પરત ડીસા આવેલ અને જ્યાં મોટરસાઇકલ પાર્ક કરેલ ત્યાં મોટરસાઇકલ જોવા મળેલ નહિ જે બાદ આજુબાજુ તપાસ કરતા મોટરસાઇકલની કોઈ ભાળ મળેલ નહિ જેથી મોટરસાઇકલની કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાની જાણવા મળતા શિવાલાલ માંગીલાલ વ્યાસ (બ્રાહ્મણ) ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!