રાજસ્થાનથી ભીલડી આવી પહોંચેલી અસ્થિર મગજની યુવતીનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

- Advertisement -
Share

ભીલડી પોલીસે યુવતીને તેના પરિવારને સોંપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું

 

ડીસાના ભીલડી પોલીસ મથકના પી.એસ.આઇ. આર.જે. ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ તેમજ અરજણભાઇ વહેલી સવારે ભીલડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન 20 વર્ષની અસ્થિર મગજ યુવતીની શાકમાર્કેટ નજીક આમતેમ ફરી રહી હોવાનું જણાયું હતું. જેની તપાસ કરતાં આ મહીલા અસ્થિર મગજની હોવાનું માલૂમ પડતાં ભીલડી પોલીસ સ્ટેશન લઇ જઇને પૂછપરછ કરતાં તે રાજસ્થાની હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી ફોટાના આધારે આહોર ગામની લક્ષ્મીબેન શંકરદાસ વૈષ્ણવ હોવાનું જાણવા મળ્યું હતું. તે 2 દિવસથી ઘરથી નીકળી ગયેલ હતી અને રેલ્વે મારફત ભીલડી આવી પહોંચી હતી.
જે અંગે જાણ કરતાં રાજસ્થાન પોલીસે ઝાલોર જીલ્લાના આહોર ગામમાં તેના પરિવારને માહિતી આપી ભીલડી મોકલ્યા હતા. પરિવાર સાથે વાત કરી ભીલડી પોલીસે યુવતીને તેના પરિવારને સોંપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!