બાળકોને ગાવા અને વગાડવાની સરળતા માટે સોફ્ટવેર બનાવ્યું : સંગીતકારે ત્રણ હજાર બાળકોને ઓનલાઇન તાલીમ આપી

Share

કોઇપણ માર્ગદર્શન વગર જાતે ઘરે બેઠા સંગીતની ગાયન અને વાદન કલાને વધુ સરળ કરતાં પાલનપુરના સંગીતજ્ઞ મનિષભાઇ રાજ્યગુરૂ સંગીત શિખવું એ કોઇ બચ્ચાનો ખેલ થોડો છે. આ કલા શિખવા તો કોઇ નિષ્ણાંત ગુરૂ પાસે જવું પડે. પણ જો તમને એક એવા ગુરૂનો પરિચય કરાવું કે, તમને ઘરે બેઠા જ તમારી મોબાઇલ કે કોમ્પ્યુટરની સ્કીન પર જ તમને સંગીતનું ઉત્તમ શિક્ષણ આપે તો કેવું ? આવા ઓનલાઇન ગુરૂ મનિષભાઇ રાજ્યગુરૂ છે.

[google_ad]

મનિષભાઇ 40 વારસોથી સંગીત ક્ષેત્રમાં છે અને તેવો અલગ-અલગ શાળાઓમાં જઇને સંગીતના તાલ સાથે બાળકોને માર્ગદર્શન આપતાં રહે છે. બાળકોને સંગીતમાં રૂચી જોઇને મનિષભાઇને એવો વિચાર આવ્યો કે, બાળકો જાતે જ સંગીત શીખી શકે તો કેવું રહે ? આ વિચારીને મનિષભાઇ છેલ્લા 8 વર્ષથી સંગીતનું પ્રશિક્ષણ કેમ કરતાં વધુ સરળ થઇ શકે અને દરેક લોકો જાતે જ સંગીતનું પ્રશિક્ષણ કરી શકે તે માટે સંશોધન કરી રહ્યા છે. તેમને આના માટે પ્રયત્નો શરૂ કર્યાં હતા. પહેલાં સોફ્ટવેર એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યાં પછી બાળકોને સંગીત શિખવા શું તકલીફ પડે શે તે માટે કાર્ય પ્રેક્ટીકલ વિદ્યાર્થીઓ સાથે કરવું પડે તો જ ખ્યાલ આવે કે, વિદ્યાર્થીઓને સંગીતનું શિક્ષણ ગ્રહણ કરવામાં શું તકલીફ પડે છે તે માટે તેમને 9 વર્ષ સંગીત શિક્ષકની ફરજ બજાવેલી અને તે દરમિયાન ઉંડાણથી અભ્યાસ કરીને એક સોફ્ટવેર તૈયાર કર્યું હતું. જેમાં સંગીતની બંને કલા ગાવા અને વગાડવાની સરળ રીતે જાતે શિખી શકાય છે.

[google_ad]

 

આમાં આપની સ્કીન પર ગીતના શબ્દો લખેલા આવે છે અને તેની નીચે કી-બોર્ડ (કેસીઓ) ની સ્વીચો હશે. જેના ઉપર જેતે ગીતના સ્વરો ભારતીય અને વેસ્ટર્નમાં આપેલ હશે. સાથે તે સ્વરો ઉપર આંગરીયોના નંબર આપેલા હશે. આ ગીત જયારે વાગશે ત્યારે ગાયક જે ગાતો હશે અને ત્યારે કી-બોર્ડની સ્વીચો પર તે સ્વર પર લાઇટ થતી રહેશે. જેને જાેઇને વગાડતાં પણ ઘરે બેસીને શીખી શકાય આ ટાઇપનો આ સંગીત શિખવાનો પ્રોજેક્ટ ભારતમાં આ પહેલો છેે. જેમાં ગાતા અને વગાડતા બંને એક જ ફોર્મેટમાં હોય

[google_ad]

 

મનિષભાઇ રાજ્યગુરૂના આ પ્રોજેક્ટ દ્વારા બનાસકાંઠાની અનુપમ શાળાઓમાં બનાસકાંઠા શિક્ષણ તાલીમ કેન્દ્ર અને બાળકોના શિક્ષણ તેમજ હેલ્થ માટે કાર્ય કરતી દુનિયાની સંસ્થા “યુનિસેફ”ના સહયોગથી છેલ્લા બે વર્ષથી અલગ-અલગ પ્રાર્થના, બાળ ગીતો અને શોર્ય ગીતોનો પ્રોજેક્ટ “અનુપમ ગુંજન” ના નામથી શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ દ્વારા છેલ્લા બે વર્ષમાં અંદાજે 3000 બાળકો સંગીતના તાલ અને સ્વર સાથે ગીતો ગાતા તૈયાર થયા છે. જે આ પ્રોજેક્ટની ઉપલબ્ધી ગણાય આ પ્રોજેક્ટને શાળાઓમાં શરૂ કરવામાં તે સમયના બનાસકાંઠા જીલ્લા તાલીમ અધિકારી ગણેશભાઇ ચૌધરી અને સ્ટાફગણનો પણ બહુ જ પોઝીટીવ અપ્રોચ રહ્યો હતો. જેના થકી જ આ પ્રોજેક્ટ શાળાઓમાં થઇ શક્યો છે.

[google_ad]

 

advt

આ પ્રોજેક્ટ અંગે મનિષભાઇ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, ‘દરેક ગીતના ત્રણ વિડીયો હશે. પહેલાં વિડીયોને લીસન એટલે કે સાંભળવું આ વિડીયોમાં સ્કીન પર ગીતોના શબ્દ અને સ્વરો લખેલા હશે. તે સ્ટાર્ટ કરતાં જે તે ગીત ગુંજવા લાગશે જેને સાંભળવાનું છે. આ વિડીયોને ત્રણથી ચાર વખત સાંભળશો એટલે ગીતનો ધાર અને તેમાં રીધમનું જ્ઞાન આવશે અને નીચે કી-બોર્ડની સ્વીચો પર જે તે ગીતના સ્વરો પર લાઇટ થતી જોઇને કેસીઓ વગાડતાં શિખવાવાળો તેને ધ્યાનથી જાેઇને વગાડતાં પણ શીખી શકે. આમ આ લીસન ટ્રેક દ્વારા ગીત સમજાય પછી બીજો ટ્રેક જાતે ગાતા શિખવાનો આવશે. આને ટ્રેકનું નામ સિંગિંગ પ્રેક્ટીસ ટ્રેક રાખવામાં આવ્યો છે.

આમ આપે સાંભળેલા ગીતની દરેક એક એક લાઇન અલગ-અલગ આપણે ગાતા શિખડાવશે. એક લાઇન વિડીયોમાં અમારા સિંગરે ગાયેલ હશે તેને આપે સાંભળો પછી તે જ લાઇનનું કરોકે ટ્રેક વાગશે. તેની સાથે તમારે તે લાઇન ગાવાની રહે છે. આ રીતે આખા ગીતની એક એક લઇને આપને ગાતા શિખડાવશે. આ રીતે આખું ગીત તમે સરસ રીતે ગાતા શીખી લો. ત્યારબાદ આ ગીત આપે ક્યાંય પર્ફોમન્સ કરવું હોય (ઘરે કે કોઇના પ્રસંગ કે કોઇ શાળામાં કે કોઇ સ્ટેગ પ્રોગ્રામમાં ) ત્યારે એક ત્રીજો વિડીયો ટ્રેક બનાવ્યો છે. \

[google_ad]

 

જેને પર્ફોમન્સ ટ્રેક નામ આપ્યો છે. જેમાં આ આખા ગીતનો ટ્રેક વાગતો રહેશે. સાથે શબ્દ સ્કીન પર આવતાં હોય તેની સાથે આપ ગાઇ શકશો. આમ જાતે આ સંગીત પ્રોજેક્ટ જાતે સાંભળો પછી જાતે ગાતા શીખો એક એક લાઇન અને પછી જ્યાં તેને પર્ફોમન્સ કરવું હોય ત્યાં કરી શકો. આમ આ પ્રોજેક્ટનો આ અલ્ટીમેટમ ગોળ છે. મનિષભાઇ રાજ્યગુરૂ ગુજરાતની દરેક શાળામાં જેમાં સંગીત શિક્ષકોના હોય ત્યાં પણ વિદ્યાર્થીઓ સંગીતનું જ્ઞાન મળી રહે તે માટે રાત-દિવસ કાર્ય કરતાં રહે છે તેવો ફેસબુક દ્વારા છેલ્લા 10 વર્ષથી લોકોને ગમતું સંગીત જે તે સંસ્થાઓને બનાવીને આપે છે.’

 

From – Banaskantha Update


Share