દેવભૂમિ દ્વારકામાં વીજ કરંટના બે બનાવમાં 3 ના મોત : બાળકી પર જીવતો વીજ વાયર તૂટી પડયો : વીજપોલ પર રીપેરીંગ કરનાર અને બચાવવા ગયેલા યુવકને કરંટ લાગ્યો

Share

દેવભૂમિ દ્વારકામાં વીજ કરંટ લાગતાં 3 વ્યક્તિના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. બે અલગ-અલગ ઘટનામાં આઠ વર્ષની બાળકી સહીત 3 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ છે. જીલ્લાના ચાસલાણા ગામે વીજપોલ પર રીપેરીંગ કરતાં યુવકને કરંટ લાગતાં તેને બચાવવા ગયેલા યુવકનું પણ કરંટ લાગતાં મોત નિપજ્યું હતું. જ્યારે જીવંત વીજ વાયર માથે પડતાં ગઢકા ગામમાં આઠ વર્ષિય બાળકીનું મોત નિપજ્યું હતું.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ચાસલાણા ગામે 30 વર્ષિય યુવક ઈલેક્ટ્રીક પોલ પર કામ કરી રહ્યો હતો. ત્યારે ટીસીના એંગલ પર ચોંટી ગયો હતો. જેને જોઇ નીચે ઉતારવા જતાં અન્ય 47 વર્ષિય યુવકને પણ કરંટ લાગતાં બંનેના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

[google_ad]

 

કલ્યાણપુર તાલુકાના ચાસલાણા ગામે ખેતરમાં સબ સ્ટેશન પર રીપેરીંગ કામગીરી કરવા જતાં એક યુવકને વીજ કરંટ લાગ્યો હતો. ત્યારબાદ બીજો યુવક તેને બચાવવા જતાં તેને પણ વીજ કરંટ લાગતાં 2 લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાં કલ્યાણપુર પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડયા હતા.

[google_ad]

 

બીજી ઘટનામાં કલ્યાણપુરના ગઢકા ગામે ખેતરમાં જીવંત વીજ વાયર નીચે પડતાં બાળકીનું મોત નિપજ્યું છે. બાળકી ખેતરમાં રમતી હતી. વીજ કરંટની 2 ઘટનામાં કુલ 3 ના મોત નિપજતાં કલ્યાણપુર પંથકમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.

 

From – Banaskantha Update


Share