થરાદમાં માતા અને પુત્રની તિક્ષ્ણ હથિયારથી કરપીણ હત્યા : પિતા કામે બહાર હતો ત્યારે થયી હત્યા

- Advertisement -
Share

બનાસકાંઠાના સરહદી વિસ્તાર મેઢાલા ગામ ની સીમમાં માતા-પુત્રની અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયાર વડે ધા મારી હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. બનાવને પગલે થરાદ પોલીસ મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. થરાદ પોલીસે બંને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી અજાણ્યા હત્યારાઓની શોધવાની કવાયત હાથ ધરી છે.

[google_ad]

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમની ઘટનાઓમાં વધારો થયો છે જેમાં ગઈકાલે મોડી સાંજે થરાદ તાલુકાના મેઢાળા ગામે કોઈ અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયાર વડે માતા અને પુત્રની હત્યા કરી હોવાની ઘટના બની છે. થરાદના મેઢાળા ગામે રહેતા ઇસરા પટેલ ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

[google_ad]

[google_ad]

તેઓ ગઈ કાલે મજૂરી કામ માટે બહાર ગયા હતા તે સમયે તેમની પત્ની સીતાબેન ઘરે હતા. તેમજ 13 વર્ષીય પુત્ર પરેશ ભણવા ગયો હતો દરમિયાન મોડી સાંજે તેઓ ઘરે પરત આવતાં જ તેમની પત્ની અને પુત્રની લાશ જોતા જ તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

[google_ad]

[google_ad]

સીતાબેન અને પરેશના માથાના ભાગે કોઈ અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો અને સીતાબેનના પિયારીયાઓ પણ આવી પહોંચ્યા હતા.હત્યા અંગે જાણ કરતા થરાદ પોલીસ અને મામલતદારની ટીમ પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી.

[google_ad]

[google_ad]

પોલીસે સ્થળનું પંચનામું કરી બંને મૃતકોની લાશને પી.એમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી તેમજ મૃતક ગીતાબેનના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી તેને શોધવાની તજવીજ હાથ ધરી છે.

[google_ad]

[google_ad]

જેમાં જણાવ્યું હતું કે સોમવારે તેઓ પોતાના ખેતરમાં કામ કરતા હતા. આ વખતે તેમના ઘરે તેમના કુટુંબીઓ જગતાભાઇ નાગજીભાઈ પ્રજાપતિ, ખેમાભાઇ નાગજીભાઈ પ્રજાપતિ, જોધાભાઈ નાગજીભાઈ પ્રજાપતિ તથા રમીલાબેન જગતાભાઈ પ્રજાપતિ ચાર જણા આવ્યા હતા. અને તેમની માતાને અજુબેનને તમારે દીકરીઓ છે તો કેમ અમારા દીકરાને સગાઇ કરવા સાટા આપતા નથી.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!