બનાસકાંઠાના કાંકરેજના થરા ખારીયા રોડપાસે આ અકસ્માત થયો હતો. જેમાં પુર ઝડપે આવી રહેલ કારે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત થયા પછી કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અને લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા. બાઇક ચાલકને શરીરના ભાગે વધુ ઇજાઓ થવાથી બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું.
બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. બનાસકાંઠામાં એક પણ એવો દિવસ નહિ હોય કે, અકસ્માતની ઘટના બની ના હોય. અકસ્માતની ઘટનામાં થતા મોતના આંકડો પણ વધી રહ્યો છે. અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીજ્યું હતું.