રાષ્ટ્રીય કિસાન સંગઠન ~ ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠાના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી

- Advertisement -
Share

રાષ્ટ્રીય કિસાન સંગઠનના કહેવા અનુસાર “ભારત સરકાર દ્વારા 3 કૃષિ બીલ પસાર કરી ખેડૂતોને કંપનીના ગુલામ બનાવવાનું કામ કર્યું છે તેથી તેનો વિરોધ સંપુર્ણ દેશના ખેતરો દ્વારા કરવામાં આવે છે અને છેલ્લા આઠ મહિનાથી દિલ્હીની સડકો ઉપર બેસી આંદોલન કરી રહ્યા છે તેથી ગુજરાતમાં પણ રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાનું સંગઠન માળખું મજબૂત કરવું ખુબ જ જરૂરી છે.”

[google_ad]

રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા જીલ્લાની કારોબારી સમિતિની ભલામણથી અને રાષ્ટ્રીય માર્ગદર્શક લાલજીભાઈ પટેલના આદેશ મુજબ રાષ્ટ્રીય કિસાન સંગઠન ~ગુજરાત પ્રદેશ અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લાના યુવા મહામંત્રી પદે પ્રદિપસીહ દિયોલ અને જીલ્લા મંત્રી તરીકે ઉદેસીહ વાઘેલાની નિમણુંક કરવામાં આવી છે.

[google_ad]

તમેજ દાંતીવાડા તાલુકાના પ્રમુખ તરીકે રમેશભાઈ ચૌધરી, મહામંત્રી તરીકે જેસંગભાઈ ચૌધરીની નિમણુંક કરવામાં આવી તેમજ વડગામ તાલુકા ઉપપ્રમુખ તરીકે રેવાભાઈ પરમારની નિમણુંક કરવામાં આવી, ધાનેરા તાલુકાના યુવા મહામંત્રી પદે પારસભાઇ મોદી, ધાનેરા તાલુકાના ઉપ પ્રમુખ તરીકે દીપાભાઇ રબારી અને ધાનેરા તાલુકા યુવા ઉપ પ્રમુખ તરીકે કિર્તીભાઈ ચૌધરીની નિમણુંક કરવામાં આવી.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાં પાણીની મોટી સમસ્યા ઉભી થઈ અને આવનારા દિવસોમાં જીલ્લામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા પાણી માટે મોટું આદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

 

 

From –Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!