ડીસા ભીલડી હાઈવે પર ગાડી અને છકડા વચ્ચે સર્જાયો અકસ્માત : 2ના મોત, 13 ઘાયલ

Share

ડીસા ભીલડી હાઈવે પર અવાર નવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે રવિવારના સાંજે ખેટવા ગામના પાટિયા નજીક બ્રિઝા ગાડીએ આગળ જતા છકડાને ટક્કર મારતા છકડામાં બેઠેલા મુસાફરો પૈકી 2ના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે 13 લોકોને ઈજાઓ થઈ હતી.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારીયા પાટણ ગામના ઠાકોર પરિવારની ડીસા તાલુકાના વડાવલ ગામે સંબંધીને ત્યાં પ્રસંગમાંથી પરત જઈ રહ્યા હતા તે દરમિયાન ખેટવા નજીક સાંજના સમયે બ્રિઝા ગાડી નંબર GJ-12-DG-8906 ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરતા આગળ જઈ રહેલા અતુલ છકડા નંબર GJ-24-V-7034ને જોરદાર ટક્કર મારતા છકડામાં બેઠેલા મુસાફરોમાં સાસુ-વહુના ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય 13 લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે 108 મારફતે ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મૃતકોના નામ:

1.જીનાબેન શિવાજી ઠાકોર ઉંમર વર્ષ 50

2. બંકીબેન‌ ઉર્ફ હેતલબેન શ્રવણજી ઠાકોર ઉ.વર્ષ 32

 

 

From – Banaskantha Update


Share