પાંથાવાડામાં એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 શખ્સોને ઝડપ્યા : એક શખ્સ ફરાર

- Advertisement -
Share

 

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસને બાતમી મળી કે, પાંથાવાડા તરફથી એક મહીન્દ્રા વેરીટો કાર નં. GJ-06-EH-8245 માં વિદેશી દારૂ ભરી જતાં હોઇ જે બાતમીના આધારે પાંથાવાડા વિસ્તારમાં નાકાબંધી કરી કારને ઝડપી પાડી હતી.

 

 

એલ.સી.બી.એ કારમાં તપાસ કરતાં ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની 65 બોટલો મળતાં પોલીસે રૂ. 61,260 નો દારૂ, કાર અને મોબાઇલ મળી કુલ રૂ.2,11,760 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

જ્યારે સુરેશભાઇ ભીખાજી બારોટ (રહે. મંડાર પાવળીયા ફળા, તા. રેવદર, જી.શિરોહી) અને જગદીશભાઇ જયંતિભાઇ પરમાર (રહે.લીલાધારી મંદિર રોડ મંડાર, તા.રેવદર,જી. શિરોહી) ને ઝડપી લીધા હતા. જ્યારે હબીબભાઇ નાસી છૂટ્યો હતો.

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!