બનાસકાંઠામાં મેઘરાજની જોરદાર એન્ટ્રી : પાલનપુરમાં 4 ઇંચ, ડીસા અને અન્ય પંથકોમાં એકથી બે ઇંચ વરસાદ ખાબક્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા પાલનપુરમાં ત્રણ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધાનેરા, ડીસા, વડગામ અને દાંતા પંથકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું.

 

 

હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેમાં આજે વહેલી સવારેથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પાલનપુરમાં સતત વરસાદ રહેતા 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે ડીસા, પાલનપુર, ધાનેરા, વડગામ અને દાંતા પંથકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

 

 

ભારે વરસાદના કારણે પાલનપુર અને ડીસામાં નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા પાલનપુરમાં બ્રિજેશ્વર કોલોની અને હરીપુરા વિસ્તારમાં કેટલાક ઘરોમાં પણ પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ડીસામાં પણ મુખ્ય માર્ગો પર તેમજ મારુતિ પાર્ક અને રીઝમેટ વિસ્તારમાં આવેલ કેટલાક નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું.

 

 

વહેલી સવારે પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જયારે બીજી તરફ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક અને વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!