પાલનપુરમાં ઓવરબ્રિજની ડીઝાઇન તૈયાર છતાં વધુ ખર્ચની મંજૂરી ન મળતાં કામ રોક્યું

Share

પાલનપુર એરોમા સર્કલે વર્ષોથી પેચીદી બનેલી ટ્રાફીકની સમસ્યા ઉકેલવા માટે અગાઉ અમદાવાદ હાઇવે ઉપર રેલ્વે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવાયો હતો. જો કે, એરોમા સર્કલે થતું ટ્રાફીક નિવારવા માટે કોઇ પગલાં ન ભરવામાં આવતાં સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે.

[google_ad]

અમદાવાદ, રાજસ્થાન, ડીસા અને પાલનપુર શહેરમાંથી આવતાં વાહનોથી 24 કલાક ધમધમતાં સર્કલે અવાર-નવાર ટ્રાફીકજામ થાય છે. જેમાં પ્રસુતા મહીલાઓ, અકસ્માતમાં ગંભીર દર્દીઓ, શાળા- કોલેજના છાત્રો અને નોકરીયાતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના ઉકેલ માટે બે વર્ષ અગાઉ તત્કાલીન જીલ્લા કલેકટર સંદીપ સાંગલેના પ્રયાસોથી આ સર્કલ ઉપર ઓવરબ્રિજ બનાવવા માટે સરકારે રૂ.100 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. જો કે, આ કામ ઘાંચમાં પડયું હોઇ હવે શહેરના વિવિધ સંગઠનો ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે મેદાને આવ્યા છે.

[google_ad]

advt

 

આ અંગે પાલનપુર ગુરૂકૃપા સેવા ટ્રસ્ટના પ્રમુખ જસવંતસિંહ વાઘેલા અને નિ:સ્વાર્થ સેવા સંગઠનના પ્રમુખ નીતિનભાઇ ઠાકોરે જણાવ્યુ હતું કે, ‘શહેરની માથાના દુ:ખાવા સમાન ટ્રાફીકની સમસ્યાના ઉકેલ માટે જન આંદોલન કરી રહ્યા છીએ. જેમાં શહેરના અન્ય સંગઠનો સાથે મળી અને શહેરના બુદ્ધિજીવી લોકો સાથે ચર્ચા કરી કાયદાને અનુસરી વહીવટી તંત્રને આવેદનપત્ર આપીશું.’

[google_ad]

 

 

આ અંગે પાલનપુરના આર.એન્ડ.બી. અધિકારી નિરવભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘પાલનપુર એરોમા સર્કલ ઉપર ફલાય ઓવરબ્રિજ બનાવવા માટે સરકાર દ્વારા રૂ.100 કરોડની ગ્રાન્ટ જાહેર કરાઇ હતી. જો કે, તેનો ખર્ચ રૂ. 140 કરોડ જેટલો વધી જતો હોઇ તેની વહીવટી મંજૂરી મેળવવા માટે પ્રોસેસ ચાલી રહી છે. જે મળ્યેથી રેલ્વે અને નેશનલ હાઇવે ઓથોરીટીના તાંત્રિક અભિપ્રાય પછી ઓવરબ્રિજનું કામ શરૂ કરી શકાય તેમ છે. હાઈવે ઓથોરીટીને કહીં હનુમાન ટેકરીથી એરોમા સુધી શહેરમાં જવાના રસ્તાને રેલીંગ કરાવવો એટલે શહેરમાં જતાં લોકોને એરોમા પાસે મુશ્કેલીઓ ન પડે.’

[google_ad]

 

 

ટ્રાફીકની સમસ્યાના મૂળ કારણરૂપ ઈકો, લારીઓ, ગલ્લાઓ દૂર કરવામાં આવે અને પહેલાં તો સર્કિટ હાઉસથી યુકો બેંક સુધીના દબાણો તેમજ તેની આગળ ઉભી કરવામાં આવતી ગાડીઓ કાયમી ધોરણે હટાવી દબાણ ખુલ્લા કરવા અને સર્કીટ હાઉસથી ગાયત્રી નગર સુધી સર્વિસ રોડ પર ફેન્સીંગ કરવામાં આવે. નેશનલ હાઈવેથી બંને બાજુએ કેટલાં મીટર ખુલ્લી જગ્યા હોવી જોઈએ. જે ધારાધોરણ હોય તે મુજબ એરોમાથી હનુમાન ટેકરી સુધી રોડની બંને સાઈડ કેટલી ખુલ્લી જગ્યા છે ? આબુ હાઇવેથી ડીસા અને ગાંધીધામ કચ્છ તરફનું ડાયવર્ઝન વાઘરોલથી આપવું.

[google_ad]

 

 

પીકઅપ અવર્સમાં હનુમાન ટેકરીથી સ્વસ્તિક સ્કૂલ તરફ જતાં રોડ પર વન-વે કરીને શહેરનું ટ્રાફીક ત્યાં ડાયવર્ટ કરવું જોઇએ. એમ્બ્યુલન્સ માટે યુ.જી.વી.સી.એલ.થી સર્વિસ રોડ તરફ જવા માટે ડાયવર્ઝન આપવું જોઇએ. એના માટે હનુમાન ટેકરીથી સાઈન બોર્ડ લગાવવું જોઇએ. અમદાવાદથી ડીસા તરફનું ટ્રાફીક ઓવરબ્રિજ ચડતાં પહેલાં જ એક લાઈનમાં રહે તો ડીસા તરફનું ટ્રાફીક ઓછું થાય. ટ્રાફીક સિગ્નલ ફોલો કરાવવા જોઇએ. અમદાવાદ જવા માટે ઇકો અને લક્ઝરી બસોનું સ્ટેન્ડ ઓવરબ્રિજથી દૂર બનાવવામાં આવે. આબુ રોડ માટે ઇકો, જીપ અને બસનું સ્ટોપ આર.ટી.ઓ. સર્કલથી 200 મીટર દૂર રાખવું જોઇએ. સર્વિસ રોડ પર રોંગ સાઈડ, ચારેય દિશાઓ પર મુસાફર ભરવાના ખાનગી વાહનો આ ટ્રાફીક સર્જવા અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે.

From – Banaskantha Update


Share