અમીરગઢ નજીક ટ્રક રોડની સાઇડમાં પલ્ટી : ડ્રાઇવર અને ખલાસીઓનો આબાદ બચાવ

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં બુધવારે પાલનપુર તરફથી કોલસા ભરીને આવી રહેલા ટ્રક ચાલકે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો છે. જ્યારે ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં ટ્રક બેકાબૂ બની રોડની સાઇડમાં ખાબકી હતી.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ નજીક પાલનપુર તરફથી બુધવારે કોલસા ભરીને જતાં ટ્રક ચાલકે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો.

 

 

જો કે, ડ્રાઇવરે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં બેકાબૂ બની ટ્રક રોડની સાઇડમાં ખાબકી હતી. ટ્રક ખાબકતાં જ ટ્રકમાં ભરેલા કોલસા રોડની સાઇડમાં વેરણ-છેરણ થઇ ગયા હતા.

 

 

આ અકસ્માતની જાણ અમીરગઢ પોલીસને થતાં અમીરગઢ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, અકસ્માતમાં ડ્રાઇવર અને ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો પરંતુ ટ્રકને ભારે નુકશાન પહોંચ્યું હતું.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!