રાજસ્થાનમાં પડેલા વરસાદના કારણે માવલ-અમીરગઢ નજીક બનાસ નદીમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં ખુશીની લહેર

- Advertisement -
Share

જીલ્લાની જીવાદોરી એવી લોકમાતા સમાન બનાસ નદી નવા નીરથી જીવંત થઇ

 

રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. નદીના નીર આવતાં સ્થાનિકો સહીત ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.
જોકે, બનાસકાંઠામાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કે, હજુ હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જીલ્લા વધુ વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે.

 

બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. બનાસકાંઠા જીલ્લાને અડીને આવેલા રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં હાલ ધીમે ધીમે
નદીના નીર આવી રહ્યા છે. જોકે, માવલ-અમીરગઢ નજીક બનાસ નદીમાં નીર આવતાં આ વિસ્તારના પાણીના તળ ઉંચા આવવાની ખેડૂતોને આશા બંધાઇ છે.

 

બનાસકાંઠા જીલ્લામાં પણ હજુ એવરેજ 29.4 ટકા વરસાદ નોંધાયો છે. જીલ્લામાં તળાવો અને ડેમો ખાલી પડયા છે.

 

જો સારો વરસાદ થાય તો તળાવો અને ડેમો છલોછલ ભરાય જેથી કરીને જીલ્લાના ખેડૂતો આવનારી સીઝનની ખેતી કરી શકે.
જોકે, અત્યારે જીલ્લામાં સારા વરસાદના પગલે હાલ તો મોટાભાગના ખેડૂતો વાવણી કરી રહ્યા છે. સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!