બનાસકાંઠામાં આજે કોરોના વેક્સીનનું આગમન થશે : કોરોના રસીકરણ પૂર્વે આરોગ્ય કર્મીઓ ઉતર્યા હડતાળ પર

- Advertisement -
Share

કોરોના મહામારીથી છુટકારો મેળવવા બનાસવાસીઓ છેલ્લા કેટલાય સમયથી કોરોના વેકસીનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકાર દ્રારા બનાસકાંઠા જિલ્લામાં આજે બુધવારે સૌ પ્રથમવાર કોરોના વેકસીન મોકલવામાં આવનાર હોઈ લોકોની આતુરતાનો અંત આવ્યો છે. જોકે આરોગ્ય તંત્ર દ્રારા આ વેકસીનને રાખવા તેમજ તેના ઉપયોગને લઈ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ કોરોના રસીકરણ પૂર્વે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી આપતા તંત્ર દ્વિધામાં મુકાયું છે.

જિલ્લામાં કોરોનાની રસી આવે તે પહેલાં જ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર ઉતારી જતાં કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.વેકસીનના બે લાખથી વધુનો રસીનો ડોઝ પાલનપુર સ્થિત બનાવાયેલા કોલ્ડરૂમમાં સ્ટોર કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે માટે પાલનપુર જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ ફ્લોર પર 946 લિટરના 7 કોલ્ડ ફ્રિજમાં રસીનું નિર્ધારિત તાપમાનમાં સ્ટોરેજ કરાશે. જિલ્લામાં પ્રથમ તબક્કામાં 12 હજારનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી શકયતા છે. જોકે આ સમગ્ર ઘટમાળ વચ્ચે જિલ્લા આરોગ્યનો વર્ગ 3-4નો કાયમી સ્ટાફ હડતાળ પર ઉતરી રહ્યો છે જેને લઈ વેકસિનેશન કામગીરી પર પ્રશ્નાર્થ ઉઠ્યા છે.

આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ ધરમસિંહ પરમારે જણાવ્યું હતું જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓ એ ગેડ પે સહિતની વિવિધ માંગો ને લઈ 2019માં રાજ્યવ્યાપી આંદોલન કરતા સરકાર દ્વારા અમારી માંગોનુ નિરાકરણ લાવવાની બાંહેધરી આપ્યા બાદ અમારી માંગો સંતોષવામાં ન આવાત રાજ્ય મહામંડલના આદેશ અનુસાર 16 જાન્યુઆરીથી આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદતની હળતાલ પર ઉતરી ને સરકારના કોરોના વેકસીન રસીકરણ ને અસહકાર આપશે તેમજ તેઓ કોરોના રસી નહિ લે.

બીજી બાજુ ઉત્તરાયણ બાદ કોરોના વિરોધી રસીકરણ માટે જોરશોરથી તૈયારી ચાલી રહી છે, બીજી તરફ બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ બુધવારે ગ્રેડ પેની સહિતની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાનું એલાન કર્યું છે જેને લઈ કામગીરી પર અસર થશે.

Advt

બનાસકાંઠાના કોરોના રસીકરણ પૂર્વે 1500 જેટલા આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરવાની ચીમકી આપતા આરોગ્ય વિભાગે રસીકરણ ને લઈને અગાઉથી અલાયદી વ્યવસ્થા કરી છે જેમાં આર.બી એસ.કે વાય અંતર્ગત કામ કરતા કર્મચારીઓ રસીકરણ માં જોતરાશે અને પી.એચ.સી તેમજ સી.એચ.સી ની સેવાઓ ન ખોરવાય તે માટે આર.બી એસ.કે ના કર્મચારીઓને ગોઠવી દેવાની સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ ફેન્સીએ જણાવ્યું હતું.

From – Banaskantha Update

Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!