એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : આસીસ્ટન્ટ ઇલેકટ્રીકલ ઇન્સ્પેકટર લાંચ લેતાં ઝડપાયો

- Advertisement -
Share

ઇન્સ્પેકશનનું પ્રમાણપત્ર આપવાના બદલામાં લાંચની માંગણી કરી હતી

 

વલસાડ જીલ્લામાં ઇલેક્ટ્રીકના કોન્ટ્રાક્ટરે એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રીક સીસ્ટમ ઇનસ્ટોલ કરવા માટે સબંધિત અધિકારી પાસેથી કોન્ટ્રાક્ટરે પરવાનગી માંગી હતી.

કચેરીના આસીસ્ટન્ટ અધિકારીએ સુપર વિઝન કર્યાં બાદ કોન્ટ્રાક્ટર પાસેથી ઇનસ્ટોલેશન પરમિશન રીપોર્ટ આપવા માટે રૂ. 20,000 ની લાંચની માંગણી કરી હતી.

તે કેસમાં વલસાડમાં એ.સી.બી. ની ટીમે ગોઠવેલા છટકામાં આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક ઇન્સ્પેકટરને કોર્ટમાં રજૂ કરીને તા. 28 જુલાઇ સુધીના રીમાન્ડ મેળવી આગળની તજવીજ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, વલસાડ એ.સી.બી. ની ટીમે રૂ. 20,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયેલા આરોપી આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક ઇન્સ્પેકટરને લાંચની છટકામાં ઝડપી પાડયા બાદ પ્રાથમિક પૂછપરછ હાથ ધરાઇ હતી.

 

વલસાડ એ.સી.બી. ની સ્પેશિયલ કોર્ટમાં આરોપીને રજૂ કરી રીમાન્ડની માંગણી કરાઇ હતી. તે રીમાન્ડની અરજી ઉપર ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડ એ.સી.બી.ની
સ્પેશિયલ કોર્ટના જજ પ્રકાશકુમાર પટેલે વલસાડ એ.સી.બી.ની ટીમને લાંચ લેતાં ઝડપાયેલા સરકારી અધિકારી અમિતકુમાર કાન્તીલાલ પટેલના એ.સી.બી.ની ટીમે તા. 28 જુલાઇ સુધીના રીમાન્ડ મંજૂર કર્યાં હતા. વલસાડ એ.સી.બી.ની ટીમે આરોપીના રીમાન્ડ મેળવી આગળની તજવીજ હાથ ધરી છે.

 

વલસાડ જીલ્લામાં એક ઇલેક્ટ્રીક કોન્ટ્રાકટનું લાયસન્સ ધરાવતા કોન્ટ્રાક્ટર ખાનગી કંપનીઓ પાસેથી ઇલેકટ્રીકને લગતાં કામો રાખે છે. આ કામના ફરિયાદીએ એક ખાનગી કંપનીએ કરેલા બાંધકામમાં ઇલેક્ટ્રીક સીસ્ટમ ઇન્સ્ટોલેશન કરવા માટેનું કામ રાખ્યું હતું.
જે કામ બાબતે જરૂરી કાર્યવાહી કરી જરૂરી દસ્તાવેજો સાથે આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીકલ ઇન્સ્પેકટર અમિતકુમાર કાન્તીલાલ પટેલને એક અરજી કરી સ્થળ નિરીક્ષણ કરી જરૂરી ઇલેક્ટ્રીક સીસ્ટમ ઇન્ટ્રોલેશન કરવા અંગે પરવાનગી માંગી હતી.

 

આ અનુસંધાને આ કામના આરોપી અમિત પટેલે સ્થળ વિઝીટ કરી ઇન્સ્પેકશન કર્યું હતું. જેમાં ઇન્સ્પેકશનનું પ્રમાણપત્ર મેળવવા અને અન્ય એક ખાનગી કંપનીમાં વાર્ષિક ઇલેકટ્રીક ઇન્સ્ટોલેશન ઇન્સ્પેકશન રીપોર્ટ ઉપર સહી સિક્કા કરાવવાની કાર્યવાહી કરી હતી.

 

ગત તા. 18 મી જુલાઇ 2022 ના રોજ ઉપરોકત કામો બાબતે ઇન્સ્પેકશન પ્રમાણપત્ર અને વાર્ષિક ઇલેકટ્રીક ઇન્સ્ટોલેશન ઇન્સ્પેકશન રીપોર્ટ ઉપર સહી સિક્કા કરાવવા પેટે અમિતકુમાર પટેલે કુલ રૂ.
20,000 ની લાંચની માંગણી કરી હતી.જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.ની ટીમનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.

 

જે ફરિયાદના આધારે એ.સી.બી.એ લાંચના છટકાનું આયોજન કરતાં અમિતકુમાર પટેલ પોતાની ઓફીસમાં ફરિયાદી પાસે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી હતી અને ફરિયાદીએ એ.સી.બી.ની ટીમે જણાવ્યા મુજબ, રૂ. 20,000 ની લાંચ આપી હતી.
જેથી એ.સી.બી.ની ટીમના લાંચના છટકામાં આરોપી અમિતકુમાર પટેલ રંગેહાથ ઝડપાયો હતો. વલસાડમાં સુરત એ.સી.બી.ના ઇન્સ્પેકટરે આસીસ્ટન્ટ ઇલેકટ્રીક ઇન્સ્પેકટરને તેની જ કચેરીમાં લાંચ લેતાં ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!