અમીરગઢ બોર્ડર નજીકથી ગૌરક્ષકોએ આઇશર ગાડીમાંથી અબોલ જીવોને બચાવ્યા

- Advertisement -
Share

ગાડી ડ્રાઇવર અને કંડક્ટર ગૌરક્ષકોને જોઇ ગાડી મૂકી ફરાર : અમીરગઢ પોલીસે રૂ. 6,00,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી

 

બનાસકાંઠા જીલ્લાની અમીરગઢ બોર્ડર નજીકથી શુક્રવારે ગૌરક્ષકોએ એક ભેંસો ભરેલું આઇશર ટ્રક ઝડપી પાડી છે. ઇકબાલગઢ હાઇવે પરથી ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે બાતમીવાળી આઇશર
નીકળતાં જ અમીરગઢ બોર્ડર નજીક ગૌરક્ષકોએ ટ્રકને ઝડપી પાડી હતી અને પોલીસને હવાલે કરી હતી. જેથી અમીરગઢ પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ગૌરક્ષકોએ ઇકબાલગઢ જતી એક GJ-08-AU-8731 ની આઇશર ગાડી શંકાસ્પદ લાગતાં પીછો કર્યો હતો.

 

અમીરગઢ બોર્ડર નજીક આવતાં ગાડી ડ્રાઇવર અને કંડક્ટર ગૌરક્ષકોને જોઇ ગાડી મૂકી ફરાર થઇ ગયા હતા.

 

જો કે, આઇશર ટ્રકમાં ચેક કરતાં પાછળના ભાગે 16 ભેંસો ક્રૂરતાપૂર્વક ભરી ઘાસ અને પાણીની સગવડ ન રાખી લઇ જવાઇ રહી હોવાનું સામે આવ્યું હતું.
જેના પગલે ગૌરક્ષકોએ ગાડી અમીરગઢ પોલીસ સ્ટેશન લઇ જઇ પોલીસને હવાલે કરી હતી. અમીરગઢ પોલીસે 16 જેટલી ભેંસો અને કુલ રૂ. 6,60,000 નો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!