હત્યારા CA પતિને ગુજરાત હાઈકોર્ટમાં મળેલ જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પતિએ વીમાના રૂપિયા મેળવવા તેમજ તેની પ્રેમિકાને પામવા માટે પોતાની પત્નીની હત્યા કરાવી નાખી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. શરૂઆતમાં આ કેસ અકસ્માતે મોતનો બનાવ લાગ્યો હતો જયારે પોલીસે મહિલાની હત્યા થઈ હોવાનો ખુલાસો કરીને હત્યારા પતિની ધરપકડ કરી ત્યારે બધાને જાણ થઇ કે હત્યા છે.

અહીં રસપ્રદ વાત તો એ છે કે પત્નીની હત્યા બાદ પતિએ ચક્ષુદાન કર્યું હતું અને અલગ અલગ જગ્યાએ દાન આપીને લોકોની સહાનુભૂતિ મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે આ કેસમાં ઉંડી તપાસ ન કરી હોત તો કદાચ આ બનાવ અકસ્માતમાં જ ખપી જાત. પરંતુ પાપ છાપરે ચઢીને પોકારે છે ત્યારે આ બનાવમાં પણ પતિનો ભાંડો ફૂટી ગયો હતો

આરોપી CA અલગ અલગ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જે નીચેની કોર્ટે જામીન અરજી ના મંજુર કરતા આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી મુકતા તારીખ 30/07/2021 ના રોજ ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજે જામીન મંજુર કર્યા હતા આથી દક્ષાબેનના પરિવાર જન હાઇકોર્ટના હુકમથી નારાજ થઇ સુપ્રીમ કોર્ટ પોહ્ચતા હતા.

 

ત્યાં એમ.આર.શાહ અને સંજીવ ખન્નાની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષના વકીલોની દલીલો સાંભળી ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજના જામીનના ચુકાદા પર ભારે નારાજગી દર્શાવી હતી કે આ ગુનામાં માત્ર સંયોગી પુરાવા નહિ પણ સહયોગી પુરાવાની ચેન પણ પૂરી થાય છે અને હાઇકોર્ટના અસ્પષ્ટ ચુકાદાને અમે રદ જાહેર કરીએ છીએ અને આરોપીને 7 દિવસમાં લાગતી વળગતી કોર્ટ/જેલ ઓથોરીટી સમ્ક્ષ હાજર થવા સુપ્રીમ કોર્ટે ફરમાન કર્યું. આમ આ ચકચારી બનાવમાં ન્યાયિક ટ્રાયલ હજી લાંબુ ચાલે એવા સ્પષ્ટ એંધાણ મળે છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!