વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટર કામગીરી કરનારા યુવાનોને રાજ્ય સરકાર દ્વારા યુથ એવોર્ડ અપાશે

- Advertisement -
Share

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય સરકાર દ્વારા યુવાઓના પ્રોત્સાહન માટે ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત 15 થી 29 વર્ષની વયજૂથમાં આવતા ગુજરાતનાં મુળ વતની હોય તેવા યુવાઓએ કે જેમણે ઓછામાં ઓછા પાંચ વર્ષ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ હોય જેવી કે સ્વચ્છ ભારત અભિયાન, જળ બચાઓ અભિયાન, પ્રદુષણ નિયંત્રણ, વૃક્ષારોપણ, બાળ પોષણ અભિયાન, રાજ્ય તેમજ સમાજ સેવા અંગેના બીજા ફલેગશીપ કાર્યક્રમોમાં બિરદાવી શકાય તેવા ઉત્તમ કાર્ય કરેલ હોય તેવા યુવાનો ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ માટે અરજી કરી શકે છે.

અરજદારે પોતાના બાયોડેટા સાથે ઉત્કૃષ્ઠ કામગીરી અંગેના પુરાવા તથા તે અંગેનાં ફોટોગ્રાફ તારીખ 19/12/2020 સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સેવા સદન-2, એસ-21, બીજો માળ, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ ખાતે કચેરી સમય દરમ્યાન રૂબરૂ અરજી આપવાની રહેશે. વધુ માહિતી માટે સ્થાનિક જિલ્લા રમતગમત અધિકારીની કચેરીનો કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવાનો રહેશે. તેમ બનાસકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રિતેશ એન. સોનીએ અખબારી યાદીમાં જણાવ્યું


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!