થરાદમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના દલિત સમુદાય દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

 

થરાદમાં અનુજાતિ-જનજાતિ માટે થરાદ નગરપાલિકા દ્વારા આંબેડકર ભવન બનાવવા ફાળવાયેલી જમીન પર ત્રાહીત વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર ગટરનું પપીંગ ટાંકુ બનાવી દબાણ કર્યું હતું તેને દૂર કરવા મંગળવારે રાષ્ટ્રીય દલિત

 

 

અધિકાર મંચના દલિત સમુદાયના લોકોએ થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરી છે. જ્યારે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

 

 

બનાસકાંઠા જીલ્લામાં ભૂમાફીયાઓ દ્વારા જમીન પચાવી પાડવાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે. થરાદમાં અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા સરકાર દ્વારા આંબેડકર ભવન બનાવવા જમીનની ફાળવણી કરાઇ હતી. થરાદ નગરપાલિકા દ્વારા આંબેડકર ભવન બનાવવા માટે જે જમીન ફાળવણી કરાઇ હતી.

 

 

તે જમીન પર એક ત્રાહીત વ્યક્તિ દ્વારા તે જમીન પર ગેરકાયદેસર દબાણ કરી ગટરનું પંપીંગ ટાંકુ બનાવી કબજો કર્યો છે તેને દૂર કરવા માટે મંગળવારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના થરાદ એકમ અને દલિત સમુદાયના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઇ થરાદ નાયબ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.

 

 

જ્યારે દલિત સમુદાયના લોકોએ થરાદ નગરપાલિકા દ્વારા આંબેડકર ભવન બનાવવામાં ફાળવાયેલી જમીન પર અનઅધિકૃત કબજો દૂર કરવા માંગ કરી હતી અને દબાણ આચરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ તાત્કાલીક દબાણ આચરનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

 

 

જ્યારે જો તાત્કાલીક ધોરણે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો દલિત સમુદાયના લોકો દ્વારા ઉગ્ર આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારી હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!