વાવમાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓને લઇ હાઇવે પર ચક્કાજામ કર્યો

- Advertisement -
Share

આંગણવાડી બહેનોની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી

વાવમાં આંગણવાડી બહેનોએ પોતાની વિવિધ માંગણીઓને લઇ સોમવારે વાવ ચાર રસ્તા પર ધરણાં કરી રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે.
મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્ર થઇ વાવ રોડ ઉપર ઉતરી હતી. જો સરકાર દ્વારા તેમની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

તલાટીઓ, શિક્ષકો બાદ હવે આંગણવાડી બહેનોએ પણ પોતાની પડતર માંગણીઓ લઇને સરકાર સામે મોરચો માંડયો છે. સરકારી કર્મચારીઓને મળતાં બધા જ લાભો આંગણવાડી બહેનોને પણ મળે તેવી
વિવિધ માંગો સાથે વાવમાં આંગણવાડી કાર્યકરો બહેનોએ વાવ ચાર રસ્તા ઉપર ધરણાં પર બેસી રોડ ચક્કાજામ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!