ઉદયપુરની કેમ્બે રિસોર્ટ એન્ડ સ્પામાં જુગાર રમતાં 29 નબીરા ઝડપાયા

- Advertisement -
Share

રાજસ્થાનના ઉદેપુરના હિરણ મગરી અને પ્રતાપ નગર પોલીસે ઉદેપુરના કેમ્બે એન્ડ સ્પામાં ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં જુગાર રમતાં ગુજરાતના બનાસકાંઠા, અમદાવાદ, રાધનપુર, પાટણ, કચ્છ અને સુરેન્દ્રનગરના 29 નબીરાઓને ઝડપી લીધા હતા. જેમની પાસેથી કુલ રૂપિયા 2.82 લાખ રોકડા તેમજ 42 મોબાઇલકબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

ઉદયપુર હિરણ મગરી અને પ્રતાપ નગર પોલીસને બાતમી મળી હતી કે લકડવાસ નજીક કેમ રીસોર્ટ એન્ડ સ્પા મા ગુજરાતી યુવકો જુગાર રમી રહ્યા છે. તેના આધારે રેડ કરતા રિસોર્ટના રૂમોમાં તપાસ કરતાં બનાસકાંઠા, અમદાવાદ, રાધનપુર, પાટણ, કચ્છ અને સુરેન્દ્રનગરના 29 યુવકો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે 2.84 લાખ રોકડ તેમજ 42 મોબાઈલ જપ્ત કર્યા હતા.

 

 

બનાસકાંઠાના મહેશભાઈ રમેશભાઈ, પ્રભુભાઈ સાહિલ, શાંતિભાઈ મશરૂભાઈ, નીતિનભાઈ હસમુખભાઈ ઠક્કર, વિશાલ હસુભાઈ ઠક્કર, જયંતિ ભગાજી, જીતુભાઈ ગોવિંદભાઈ ઠક્કર, આકાશ બચુભાઈ ઠક્કર, ભાભરના નરેશ વિઠ્ઠલદાસ, દશરથભાઈ બચુભાઇ સોની, પરેશ નરેન્દ્રભાઈ ઠક્કર,ભાવેશ સોમલાલ ઠક્કર, વિરાટ વસંતલાલ ઠક્કર, રાધનપુરના ધવલ હસમુખભાઇ, ભીમાભાઇ વિશ્રામભાઇ, મોનીસિરી વિષ્ણુ બચુજી, સુરેન્દ્રનગરના મનુભા ઉદુકા, પાટણના હીરાભાઈ લીંબાભાઈ, અમિતબાબુ પટેલ, ભાવિક રાજેશ ઠક્કર, હર્ષદ રમેશ, હિતેશ રતીભાઈ ઠક્કર, કચ્છના જીગ્નેશ ભરતભાઇ, રાજેશ જગજીવન ઠક્કર, જયમિક નિરંજન, અમદાવાદના અરુણ સુદીપ કાફીલે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!