ડીસાના દામા (ઠાકોરવાસ) નજીક બે આખલાઓએ આતંક મચાવતાં યુવકને અડફેટે લેતાં ઘાયલ

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના માલગઢ ગામના વતની અને ઓઢવામાં રહેતો યુવક આખલાનો શિકાર બન્યો છે. મોટર સાઇકલ પર પોતાના ઘરે જતી વખતે દામા (ઠાકોરવાસ) નજીક રસ્તા પર લડાઇ રહેલા બે આખલાઓએ અડફેટે લેતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલીક ડીસાની હેત આઇ.સી.યુ.માં સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે, હેલ્મેટ પહેરેલું હોવાના લીધે તેમનો આબાદ બચાવ થયો હતો.

 

 

ડીસામાં નાયબ કલેક્ટર દ્વારા તાજેતરમાં જ સ્થાનિક વહીવટી તંત્રને રસ્તામાં રખડતા પશુઓને ઝડપી પાડવા અને તેના માલિકો સામે કાર્યવાહી કરવાની સુચના આપી હોવા છતાં તંત્રમાં હજુ પણ બેફીકરાઇ જોવા મળી રહી છે.

 

ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામના વતની અને ઓઢવામાં રહેતાં શિવાજી જેઠાજી ટાંક (માળી) આખલાનો બેફીકરાઇનો ભોગ બન્યા છે. જ્યારે તેમના મોટર સાઇકલ પર તેમના ઘરે જતા હતા. તે દરમિયાન દામા (ઠાકોરવાસ) નજીક રસ્તા પર બે આખલાઓ આતંક મચાવી રહ્યા હતા અને અચાનક યુવકને અડફેટે લઇ લીધો હતો.

 

આખલાઓએ અડફેટે લીધા બાદ માથામાં પહેરેલું હેલ્મેટ પણ ચિરાઇ ગયું હતું અને હેલ્મેટના લીધે માથાના ભાગે ગંભીર ઇજાથી આબાદ બચાવ થયો હતો. જ્યારે ગંભીર ઇજાઓ પહોંચાડતાં યુવકની હાલત એકદમ નાજુક જણાતાં તેમને તાત્કાલીક સારવાર અર્થે ડીસાની હેત આઇ.સી.યુ.માં ખસેડાયા છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!