ડીસાના જૂનાડીસામાં મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો : એક શખ્સ ઝડપાયો : 2 શખ્સો ફરાર

- Advertisement -
Share

 

ડીસાના જૂનાડીસા ગામમાં આવેલ કુમકુમ મોબાઇલ રીપેરીંગ નામની દુકાનમાં 10 દિવસ અગાઉ અજાણ્યા શખ્સો દ્વારા દુકાનનું તાળુ તોડી દુકાનમાંથી મોબાઇલ ફોન અને એસેસરીઝ મળી કુલ રૂ. 86,654 ના ચોરી થઇ હોવાની ઘટના સામે આવી હતી.

 

 

આ અંગે દુકાન માલિકે ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી હતી. જે બાદ પોલીસે સોમવારે ચોરી કરનાર શખ્સને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

આ અંગેની વિંગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ચોરીની ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે અને આ વધતી જતી ચોરીની ઘટના સામે પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

 

10 દિવસ અગાઉ ડીસાના જૂનાડીસા ગામમાં આવેલ કુમકુમ મોબાઇલ રીપેરીંગ નામની મોબાઇલની દુકાનમાં કોઇ અજાણ્યા શખ્સો દ્વારા દુકાનનું તાળુ તોડી તેમાંથી મોબાઇલ ફોન અને એસેસરીઝ મળી કુલ રૂ. 86,654 ના મુદ્દામાલની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

 

જેમાં દુકાન માલિક પંકજકુમાર સીતારામભાઇ ઠાકરે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ફરિયાદના આધારે ચોરી કરનારા શખ્સોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યાં હતા.

 

ત્યારબાદ સોમવારે ડીસા તાલુકા પોલીસે ખાનગી બાતમીના આધારે વોચ ગોઠવી એક શખ્સને મોટર સાઇકલ સાથે ઝડપી પાડતાં તેની તપાસ કરતાં તેનું નામ જીતેન્દ્રસિંહ અમરસિંહ રાવ (બારોટ) (રહે.ભીનમાલ, જીલ્લો-

 

જાલોર,રાજસ્થાન) વાળા પાસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ, સરસામાન અને મોટર સાઇકલ સાથે ગણતરીના દિવસોમાં ડીસા તાલુકા પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

 

ઝડપાયેલો શખ્સ
– જીતેન્દ્રસિંહ અમરસિંહ રાવ (બારોટ) (રહે. ઝૂઝાની રોડ, ભીનમાલ, તા.ભીનમાલ, જીલ્લો-જાલોર, રાજસ્થાન) (હાલ રહે. શ્રીનાથ સોસાયટી, બીજી ગલી, ધાનેરા, તા.ધાનેરા, જીલ્લો-બનાસકાંઠા)

 

ફરાર શખ્સોના નામ
– બશીરઅહેમદ સ/ઓ મહંમદ હનીફ મોયલા (મુસલમાન) (રહે.બુખારીનગર સોસાયટી, ભીનમાલ, તા.ભીનમાલ, જીલ્લો-રાજસ્થાન)
– વિક્રમ ઉર્ફે સાવલારામ ચૌધરી (રહે.ધાનેરા, તા.ધાનેરા, જીલ્લો-બનાસકાંઠા)

 

જપ્ત કરાયેલ મુદ્દામાલ રૂ. 44,957

(1) નોકીયા 5130 મોબાઇલ ફોન નંગ-1, કિં. રૂ. 500/-
(2) ઓપો કંપનીનો એ52 મોબાઇલ ફોન નંગ-1, કિં. રૂ. 5,000/-
(3) આઇટેલ કંપનીનો 2163 મોબાઇલ ફોન નંગ-1, કિં. રૂ. 898/-
(4) આઇટેલ કંપનીનો 608 મોબાઇલ ફોન નંગ-1, કિં. રૂ. 1,159/-
(5) સેમસંગ ગુરૂ 1200 મોબાઇલ ફોન નંગ-2, કિં. રૂ. 2,400/-
(6) જીઓ કંપનીનો મોબાઇલ ફોન નંગ-1, કિં. રૂ. 500/-
(7) ચાર્જીંગ પીન પેકેટ-1, કિં. રૂ. 100/-
(8) મોબાઇલ રીંગર પેકેટ-1, કિં. રૂ.50/-

 

(9) મોબાઇલ રીસીવર સ્પીકર પેકેટ-4, કિં. રૂ. 400/-
(10) મોબાઇલ માઇક પેકેટ-1, કિં. રૂ. 100/-
(11) મોબાઇલ સ્ક્રૂ પેકેટ-1, કિં. રૂ. 100/-
(12) આઇવોન કંપનીના કાર્ડ રીડર પેકેટ-9, કિં. રૂ. 1,350/-
(13) આઇવોન કંપનીના હેન્સ ફ્રી પેકેટ-10, કિં. રૂ. 5,000/-
(14) હોગલી કંપની સ્પીકર પાવર નંગ-30, કિં. રૂ. 150/-
(15) ચાર્જીંગ કેબલ કનેક્ટર નંગ-450/- કિં. રૂ. 2,250/-
(16) હીરો કંપનીનું મોટર સાઇકલ રજી. નં. GJ-08-CB-6446, કિં. રૂ. 25,000/-

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!