ડીસામાં બે દિવસ પહેલાં નવા બનેલા રોડના પોપડા ખરી પડતાં સ્થાનિક લોકોમાં રોષ ભભૂક્યો

Share

 

ડીસામાં બે દિવસ પહેલાં બનેલા ડામર રોડના કામને લઇ વિવાદમાં આવી છે. બે દિવસ અગાઉ તૈયાર થયેલા ડામર રોડ પર અત્યારથી જ ડામર ઉખડવા માંડતાં સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે.

રોડની ગુણવતાને લઇ સ્થાનિક જાગૃત નાગરિકોએ પ્રશ્નો કરતા અધિકારએ જવાબ આપવાના બદલે ચાલતી પકડી

 

તાજેતરમાં ડીસા નગરપાલિકા બાંધકામમાં થતાં ભ્રષ્ટાચારને લઇ વારંવાર વિવાદમાં આવી રહી છે. ડીસામાં ફૂવારા સર્કલથી બેકરી કૂવા તરફ જતાં માર્ગ પર બનાવવામાં આવેલા ડીવાઇડરને રાતો રાત તોડી પાડવામાં આવ્યા બાદ હવે નેમિનાથ નગરમાં તૈયાર થયેલા ડામર રોડે અનેક સવાલો ઉભા કર્યાં છે.

 

 

માત્ર બે દિવસ પહેલાં બનેલા ડામર રોડની કપચીઓ ઉખડવા માંડતાં સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. આ માર્ગ તમે જોઇ રહ્યા છો તે માર્ગ માત્ર બે દિવસ પહેલાં એટલે કે, ડીસા નગરપાલિકા દ્વારા તા. 11 જાન્યુઆરીના રોજ તૈયાર કરવામાં આવ્યો હતો અને તા. 13 જાન્યુઆરીના દિવસથી જ આ ડામર રોડ પરથી કપચીઓ ઉખડવા માંડી છે.

 

 

તમે આ વિડીયોમાં સ્પષ્ટ જોઇ શકો છો કે, માત્ર પગ ઘસવાથી આ રોડનું ડામર કામ ઉખડી રહ્યું છે. આ ઉપરાંત રોડ પર સામાન્ય પથ્થર કૂટવાથી ખાડો પડી રહ્યો છે. આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે કે, આ ડામર રોડની ગુણવત્તા કેટલી હશે. બે દિવસ અગાઉ જ્યારે આટલી હલકી ગુણવત્તાનું કામ થઇ રહ્યું હતું.

 

ત્યારે ડીસા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શું નિરીક્ષણ કર્યું હશે ? તે પણ અનેક સવાલ ઉઠયા છે. જ્યારે સામાન્ય લોકો આ રોડની ગુણવત્તા પર સવાલ ઉઠાવી શકતા હોય ત્યારે નગરપાલિકાના શિક્ષિત એન્જીનિયરની ધ્યાનમાં કેમ ન આવ્યું ?

 

ડીસામાં આવેલા નેમિનાથનગર વિસ્તારમાં બે દિવસ પહેલાં તૈયાર થયેલા આ રોડની ગુણવત્તા ચોક્કસ ખરાબ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ડામર રોડની મજબૂતાઇનો અંદાજ આવી શકે છે.

 

ત્યારે ડીસાના જાગૃત નાગરિકો પણ આ ડામર રોડ તૈયાર કરવામાં આવેલી ગેરરીતિની ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા છે અને આ ગેરરીતિમાં જે કોઇ પણ જવાબદાર હોય તેમની સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share