થરાદમાં ભારતમાલા રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતોને થતાં અન્યાય મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

Share

 

દલિત અધિકાર મંચની ટીમ દ્વારા સોમવારે થરાદ તાલુકાના વાતડાઉં ગામના ખેડૂતો જોડે અન્યાય થયેલ બાબતમાં જમીનમાં રહેલા પાકા મકાનો, વૃક્ષો અને હાલ ખેતરમાં ઉભેલા પાકનું યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી. ખેડૂતોને કરવામાં આવી રહેલા અન્યાયના મુદ્દે થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

 

 

 

એન.એચ.એ.એલ. અને સ્થાનિક પ્રશાસન દ્વારા તેમના ખેડૂતોના મકાનો જબરદસ્તી પાડવામાં આવી રહ્યા છે. જેને લઇ ખેડૂતોની બસ એટલી જ માંગ છે કે, એમને પૂરેપૂરું વળતર આપવામાં આવે અને એમની જમીનમાં રોડ પડવાથી જે બે ટુકડા થયા છે.

 

 

તો એક ખેતરથી બીજા ખેતરમાં જવા માટે સર્વિસ રોડ બનાવી આપવામાં આવે તેમજ એક ખેતરથી બીજા ખેતરમાં ટ્રેક્ટર ટ્રોલીથી ઘાસચારો લઇ જવા માટે અંડરબ્રિજની હાઇટ ખેડૂતોને સાંભળીને નક્કી કરવામાં આવે કારણ કે, રોડ બની જશે પણ ખેડૂતોને કાયમી માટે તકલીફ ઉભી થઇ જશે.

 

ટ્રેક્ટર ઘાસ ભરીને ત્યાંથી નીકળતું હોય તો તે ભરેલું હોય તેની હાઇટ જે પ્રમાણે હોય એ જે હોય એ પ્રમાણે હાઇટ રાખવામાં આવે અને ખેડૂતોને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઇ છે.

 

જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બનાસકાંઠા જીલ્લાના કાર્યકારી અધ્યક્ષ સેંધાભાઇ પરમાર, થરાદ તાલુકા પ્રમુખ મુકેશભાઇ એપા, પથુભાઇ રાઠોડ, આંબાભાઇ નાઇ, સુરેશભાઇ અભેપુરા અને દશરથભાઇ શ્રીમાળી વગેરે દ્વારા આ તમામ

 

મુદ્દે ખેડૂતો સાથે મળીને સોમવારે થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જ્યારે જો એન.એચ.એ.એલ. દ્વારા યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવે તો આ ખેડૂત વિરોધી સરકાર સામે આંદોલન કરવાની ફરજ પડશે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share