પાલનપુરના ધનિયાણા ગામની ચોકડી નજીક કારમાં આગ લાગતાં દોડધામ

Share

 

પાલનપુર તાલુકાના ધનિયાણા ગામની ચોકડી નજીક સોમવારે સેન્ટ્રો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. જેમાં ચાલુ કારમાં અચાનક આગ લાગતાં સમય સુચકતા વાપરી ચાલક સહીત અન્ય લોકો કારને ઉભી રાખી પોતાનો જીવ બચાવ્યો હતો.

 

 

જ્યારે ફાયર-ફાઇટર અને પોલીસને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જ્યારે કાર બળીને ખાખ થઇ હતી.

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના ધનિયાણા ગામની ચોકડી નજીક સોમવારે સેન્ટ્રો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં અફડા-તફડી મચી ગઇ હતી.

 

જેમાં ચાલુ કારમાં અચાનક આગ ભભૂકતાં સમય સુચકતા વાપરી ચાલક સહીત અન્ય લોકો કારને ઉભી રાખી પોતાનો જીવ બચાવી હાશકારો અનુભવ્યો હતો.

 

જ્યારે ફાયર-ફાઇટર અને પોલીસને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો ચલાવી ભારે જહેમત આગને કાબૂમાં લીધી હતી.

 

જ્યારે કાર આગમાં લપેટાતાં બળીને ભષ્મીભૂત થઇ ગઇ હતી. જ્યારે કારમાં શોર્ટ-સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઇ રહ્યું છે.

 

જ્યારે કાર બળીને ખાખ થઇ જતાં કારના માલિકને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જો કે, સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share