દાંતીવાડામાં રોડનું ખાતમુહૂર્ત કર્યા બાદ ફરી ખાતમુહૂર્ત : એક માર્ગનું બે વાર ખાતમુહૂર્ત, ભાજપ-કોંગ્રેસનું અલગ અલગ ખાતમુહૂર્ત

Share

આરખી ઝાતને જોડતો દાંતીવાડા તાલુકાનો માર્ગ છેલ્લા કેટલાય વર્ષથી જર્જરીત થઇ જતા સિપુ નદીના કાંઠા વિસ્તારનાં પ્રજાજનો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે નવીન માર્ગ માટે સરકાર દ્વારા રૂ. 275 લાખ મંજુર કરવામાં આવ્યા હતા. જેની ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થતા માર્ગનું કામ શરૂ થવા જઇ રહ્યુ છે. જ્યાં ભાજપે ખાતમહુર્ત કર્યા બાદ મંગળવારે કોંગ્રેસએ ખાતમુહૂર્ત કર્યું.

દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ 1 જાન્યુઆરીના રોજ ગણપતભાઈ રાજગોરના હસ્તે કાર્યકર્તાઓ અને ગ્રામજનોની હાજરીમાં ઝાત-આરખી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. જેમાં તાલુકા ભાજપ મહામંત્રી હરજીવનભાઈ ભૂતડીયા, તેજાજી ઠાકોર, સાતસણ ગામના આગેવાન કેરાભાઈ રબારી, આરખી સરપંચ પુત્ર મદનસિંહ દેવડા સહિતનાં આગેવાનો તથા મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો જોડાયા હતા.

જે બાદ મંગળવારના ધાનેરા ધારાસભ્ય નથાભાઈ પટેલ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે પહોંચી આરખી-ઝાત રોડનું ખાત મુહૂર્ત કર્યું હતું. ખાતમુહૂર્તનાં કાર્યક્રમની જાણ આસપાસનાં ગ્રામજનોને થતા નવાઇ પામ્યા હતા. કારણ કે, આ પહેલા ભાજપના પ્રમુખ ગણપતભાઈ રાજોગરના હસ્તે કાર્યકર્તાઓની હાજરીમાં ગ્રામજનોને સાથે રાખીને ખાતમુહૂર્ત 1 જાન્યુઆરીના કરાયુ હતુ જેને લઈ હાલમાં આ સમગ્ર મુદ્દો તાલુકામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

 

1 જાન્યુઆરીએ કાર્યકર્તાઓ, અગ્રણીઓની હાજરીમાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ અને વિધિસર રીતે કાર્યને પુર્ણ કર્યુ હતુ. જેનાં ફોટા પણ સાર્વજનિક કર્યા હતા “હવે મફતમાં મલાઈ ખાવા માટે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે” તેવું હરજીવનભાઈ ભૂતડીયા તાલુકા ભાજપ-મહામંત્રીએ જણાવ્યું હતું.

 

‘સરકાર ભાજપની હોય પરંતુ અમોએ લોકોની રજુઆતને ધ્યાને લઈ સરકારમાં નવીન માર્ગની માંગણી કરી હતી, જે બાદ મંજૂરી મળી છે, આજ 200 લોકોની હાજરીમાં ખાતમુહૂર્ત કર્યું છે જ્યારે ભાજપવાળાએ ખાતમુહૂર્ત કર્યું ત્યારે ગામલોકો પણ ન હતા. માત્ર ભાજપની કંઠી પહેરનાર નામના કાર્યકર્તાઓ હાજરીમાં માર્ગનું ખાત મુહૂર્ત કરાયું છે’: નથાભાઈ પટેલ, ધાનેરા ધારાસભ્ય

 

From – Banaskantha Update


Share