અમીરગઢમાં ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં ગાડી પલ્ટી : ત્રણ લોકોનો આબાદ બચાવ

Share

અમીરગઢ તાલુકાના ધનપુરા પાટિયા નજીક રાજસ્થાન તરફથી આવી રહેલા એક કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ડિવાઇડર પર ચડી પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે, સદભાગ્યે કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં અમીરગઢના ધનપુરા પાટિયા નજીક નેશનલ હાઈવે પર રાજસ્થાન તરફથી આવી રહેલી એક કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર ઉપર ચઢી પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જ આજુબાજુના લોકો ત્યાં દોડી ગયા હતા અને કારમાં સવાર લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share