પાલનપુરમાં મોબાઇલની ચીલઝડપ કરનાર શખ્સને લોકોએ મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો

Share

 

બનાસકાંઠાના જીલ્લા મથક પાલનપુરમાં મોબાઇલની ચીલઝડપ કરતાં એક શખ્સ ઝડપાયો હતો. લોકોએ શખ્સને ઝડપી મેથીપાક ચખાડયો હતો.

 

 

જે બાદ પાલનપુર પોલીસને ફોન કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી શખ્સને પોલીસને સોંપ્યો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ફૂલગુલાબી ઠંડીની વચ્ચે ચોરીની ગેંગ સક્રીય થઇ છે.

 

 

ત્યારે સોમવારે બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં મોબાઇલ ચોરીની ચીલઝડપ કરતાં એક શખ્સને લોકોએ ઝડપી પાડયો હતો.

 

 

જેમાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને શખ્સને ઝડપી મેથીપાક ચખાડયો હતો.

 

 

જે બાદ તાત્કાલીક પાલનપુર પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે શખ્સને પોલીસના હવાલે કર્યો હતો.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share